GujaratSouth GujaratValsad

વલસાડમાં કાર અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત, બાઇક સવાર ફંગોળાઈને નીચે પટકાયો

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોતમાં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટા વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માતમાં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત વલસાડથી સામે આવ્યો છે.

વલસાડના વેજલપુર ગામ પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. જેમાં કાર સાથે ટક્કર થતા બાઈક ચાલક રસ્તા પર પટકાયો હતો. તેની સાથે આ દરમિયાન તે જગ્યાએથી પસાર થઈ રહેલા અન્ય વાહનોએ જો સાવચેતી રાખી ના હોત તો વધુ લોકો અકસ્માતની ઝપેટમાં આવી શકતા હતા.

ત્યાર બાદ સ્થાનિક લોકો અકસ્માત સર્જાતા યુવકની મદદે આવી ગયા હતા. તેમના દ્વારા સારવાર માટે યુવકને નજીક હોસ્પિટલમાં સારવાર માટે મોકલી દેવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ, વલસાડના વેજલપુર નજીક મુખ્ય રસ્તા પર એક બાઈક ચાલક ફૂલ  ઝડપે જઈ રહ્યો હતો. તે સમયે સુરતના જીતેન્દ્રભાઈ નામના એક કાર ચાલક પોતાની પત્ની સાથે વલસાડથી સુરત બાજુ જઈ રહ્યા હતા. એવામાં વેજલપુર પાસે તેમની કારનો અકસ્માત બાઈક સાથે થયો હતો. તેના લીધે બાઈક ચાલક રસ્તા પર પટકાયો હતો. તે સમયે અન્ય વાહનો પણ આ અકસ્માતની ઝપેટમાં આવી શક્યતા પરંતુ સાવચેતી દાખવતા તે બચી ગયા હતા.