ઓલિમ્પિયન અંજુમ મોદગીલને આજે કોઈપણ ઓળખાણની જરૂરત નથી. હા અવારનવાર અવનવા મેડલ જીતીને દેશનું માન વધારવાવાળી આ દીકરીએ શનિવારે ખૂબ સાદાઈથી લગ્ન કરી લીધા છે. તેમના લગ્ન ઇન્ટરનેશનલ શૂટર અંકુશ ભારદ્વાજ સાથે થયા છે. તમને જણાવી દઈએ કે લગ્ન સેક્ટર-37 ના કોમ્યુનિસ્ટ સેન્ટરમાં રાખવામાં આવ્યા હતા. અહિયાં કોવિડ પ્રોટોકોલનું ખૂબ ધ્યાન રાખવામાં આવ્યું હતું.
તમને જણાવી દઈએ કે બંને એક બીજાને સ્કૂલના દિવસોથી ઓળખે છે અને બંને એક જ કોલેજ ડીએવીના સ્ટુડન્ટ છે. ત્યાં ગયા પછી, તેઓએ ગાંઠ બાંધવાનું નક્કી કર્યું. જાણકારી માટે તમને જણાવી દઈએ કે અંજુમ મોદગીલ મૂળ હિમાચલના ઉના જિલ્લાના ધુસાડા ગ્રામ પંચાયતના છે, જ્યારે અંકુશ ભારદ્વાજ હરિયાણાના અંબાલા જિલ્લાના ચુદયાલી ગામનો રહેવાસી છે.
જણાવી દઈએ કે, ડીએવીમાં અભ્યાસ કરતી વખતે બંનેએ પંજાબ યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કર્યું હતું અને વર્ષ-2016માં બનારસમાં આયોજિત ઓલ ઈન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ એકસાથે રમી હતી. ઉલ્લેખનીય છે કે અંકુશે પુણેમાં 2008માં યોજાયેલી યુથ કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું હતું. આ સિવાય જણાવી દઈએ કે તેમના લગ્નમાં 100 લોકોએ ભાગ લીધો હતો. જેમાં વર-કન્યા બંનેના નજીકના સંબંધીઓએ હાજરી આપી હતી.
તમને જણાવી દઈએ કે અંકુશ અને અંજુમના આ ખાસ દિવસને યાદગાર બનાવવા માટે તેમના મિત્રો અને ઇન્ટરનેશલ શૂટર અજિતેશ કૌશલ, અર્જુન બબૂતા અને અભિષેક રાણા પણ અહિયાં આવ્યા હતા. આ સિવાય તમને જણાવી દઈએ કે ટોક્યો ઓલિપિકના શૂટિંગ દરમિયાન પહેલી કોટા મેળવવામાં માટે અંજુમ મોદગીલ ખૂબ શાનદાર પ્રદર્શન કર્યું હોવા છતાં પણ તે મેડલ જીતવાથી ચૂકી ગઈ હતી.