અરબી સમુદ્રમાં પકડવામાં આવ્યા 10 પાકિસ્તાનીઓને, બોટ દ્વારા ભારતીય હદમાં પ્રવેશ કરવા જઈ રહ્યા હતા
ભારતીય કોસ્ટ ગાર્ડને આજે મોટી સફળતા મળી છે. ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા ગુજરાતની નજીક ભારતીય સીમામાંથી 10 ક્રૂ મેમ્બર્સને લઈને જઈ રહેલી પાકિસ્તાની બોટ ઝડપી પાડવામાં આવી છે. આ મામલે સંરક્ષણ પ્રવક્તા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ બોટ નામ ‘યાસીન’ છે અને તે ગઈ કાલે રાત્રીના એક ઓપરેશન દરમિયાન કોસ્ટ ગાર્ડ તેની ઝડપી પાડવામાં આવી હતી.
જ્યારે અધિકારીકારી દ્વારા ટ્વીટ કરીને જણાવવામાં આવ્યું છે કે, “ભારતીય કોસ્ટ ગાર્ડ શિપ ‘અંકિત’ દ્વારા 8 જાન્યુઆરીની રાત્રીના એક ઓપરેશન દરમિયાન અરબી સમુદ્રમાં ભારતીય જળસીમામાંથી 10 ક્રૂ મેમ્બર્સને લઈને જતી પાકિસ્તાની બોટને અટકાવવામાં આવી હતી. જ્યારે વધુ પૂછપરછ કરવામાં આવી તો જાણવા મળ્યું હતું કે આ બોટ પોરબંદર આવી રહી હતી.
આ સિવાય ગયા વર્ષે પણ 15 સપ્ટેમ્બરના રોજ કોસ્ટ ગાર્ડ દ્વારા આવી જ કાર્યવાહીમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારમાં ભારતીય જળસીમામાંથી 12 ક્રૂ સભ્યો ધરાવનાર પાકિસ્તાનીને બોટને ઝડપી પાડવામાં આવ્યા હતા. તેની સાથે આવી રીતે બોટનો ઉપયોગ કરીને રાજ્યના દરિયાકાંઠે ડ્રગ્સની દાણચોરી કરવાના બનાવામાં વધારો થયો છે.
નોંધનીય છે કે, ગયા વર્ષે 20 ડિસેમ્બરના કોસ્ટ ગાર્ડ દ્વારા ગુજરાત ATS સાથેના સંયુક્ત ઓપરેશનમાં છ ક્રૂ સભ્યોને લઈ જનારી પાકિસ્તાની માછીમારીની બોટને ઝડપી પાડવામાં આવી હતી અને બોટમાંથી અંદાજે રૂ. 400ની કિંમતનું 77 કિલો હેરોઈન જપ્ત કરવામાં આવ્યું હતું. જ્યારે હવે વધુ એક પાકિસ્તાની બોટને પકડવામાં આવતા વધુ કાર્યવાહી શરુ કરવામાં આવી છે.