India

ઘરે પહોંચેલા શહીદ જવાન ના શવ પાસે પત્ની આખી રાત બેઠી, સવારે કુવામાં ઝંપલાવ્યું

જમ્મુમાં તૈનાત સૈન્ય સૈનિક બજરંગ ભગતના મૃત્યુ પછી સવારે તેમની પત્ની મનિતા પણ કૂવામાં કૂદી પડી હતી અને તેનું મોત નીપજ્યું. ઘટના રાંચી જિલ્લાના ચાંહો પોલીસ સ્ટેશન વિસ્તારની બેહરાટોલીની છે. મનીતા ઓરાઓએ ગુરુવારે સવારે પાંચ વાગ્યાની આસપાસ આત્મહત્યા કરી હતી. 29 ડિસેમ્બરે જમ્મુમાં પલંગ પરથી પડી જવાને કારણે સેનાના જવાન બજરંગ ભગતનું મોત નીપજ્યું હતું. તેઓ રેજિમેન્ટલ સેન્ટર મહારાષ્ટ્રમાં નોકરી કરતા હતા.29 ડિસેમ્બરે બપોરે 10 વાગ્યે બજરંગે તેની બહેન સાથે વાત કરી હતી અને ત્યાં સુધી તે ઠીક હતો. પરંતુ 30 ડિસેમ્બરની સવારે તેના મૃત્યુના સમાચાર આવ્યા. 1 જાન્યુઆરીએ રાત્રે 9.15 વાગ્યે તેનો મૃતદેહ ગામમાં પહોંચ્યો હતો.

ગુરૂવારે સાંજે 4 વાગ્યે બંને પતિ-પત્નીની અંતિમ વિધી કરવામાં આવી હતી. 29 વર્ષીય બજરંગ ભગતના લગ્ન બે વર્ષ પહેલા રતુની મનિતા સાથે થયા હતા.ગ્રામજનોના જણાવ્યા મુજબ 1 જાન્યુઆરીની રાત્રે બજરંગ ભગતની લાશ બાદ પત્ની મનીતા અને મનીતાની નાની બહેન આખી રાત લાશની પાસે બેઠા હતા. ગુરુવારે સવારે મનિતાએ તેની બહેનને કહ્યું કે તે બહાર જઇ રહી છે અને તે પછી તે લાંબા સમય સુધી પરત ફરી નહીં. જ્યારે ઘરના લોકોએ તેની શોધ શરૂ કરી, ત્યારે તેની લાશ ઘરથી લગભગ 100 મીટર દૂર એક કૂવામાં દેખાઇ. કૂવામાં તલાશી લેતા તેની લાશ મળી આવી હતી.

માહિતી મળતાં પોલીસ ત્યાં પહોંચી હતી અને લાશને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી હતી. 2 જાન્યુઆરીએ સવારે બજરંગનો સૈન્ય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવામાં આવવાનો હતો, પરંતુ ગામલોકોએ સૈન્ય અધિકારીઓને વિનંતી કરી હતી કે બંનેને સાથે મળીને અંતિમ વિદાય આપવામાં આવે, તેથી બજરંગના મૃતદેહની અંતિમવિધી મનીતાના પોસ્ટમોર્ટમ પછી જ કરવામાં આવે.

જ્યારે પુત્ર અને પુત્રવધૂનો મૃતદેહ એક સાથે બહાર આવ્યો ત્યારે પરિવારના આંસુ રોકાતા નહોતા. બજરંગના પિતાનું અવસાન થયું છે. ઘરે તેની વૃદ્ધ માતા અને ચાર બહેનોનો પરિવાર છે. આ ઘટનાથી ગ્રામજનોમાં પણ શોકનો માહોલ હતો.