
સંતો મહંતો આજના કળિયુગમાં પણ દુનિયામાં અધ્યામિકતા અને ભક્તિમય વાતાવરણ બનાવવા માટે સતત કાર્યરત રહેતા હોય છે. દરેક સંપ્રદાયના મહંતો લોકોને ભક્તિમય બનાવવા માટે અનેક પ્રયત્નો કરતા રહે છે. ત્યારે કરોડો રૂપિયાના ખર્ચે ધનસુરા નગરના માલપુર રોડ ખાતે પ્રમુખ સ્વામીના BAPS સંપ્રદાયનું ભવ્ય મંદિર આકાર પામનાર છે. આ મંદિરનું આજ રોજ અનેક સંતો મહંતો અને ભક્તોની ઉપસ્થિતિમાં ખાદ્ય પૂજન કરાયું હતું.
ઉલ્લેખનીય છે કે, બીએપીએસ સંપ્રદાયનું ધનસુરાના માલપુર રોડ ખાતે એક ભવ્ય સ્વામિનારાયણ મંદિર આકાર પામનાર છે. જે અંતર્ગત આજરોજ મહંત સ્વામી હરેકૃષ્ણ મહારાજ તેમજ મોટી સંખ્યામાં હરિભક્તોની ઉપસ્થિતિમાં આ મંદિરની ખાદ્યપૂજન વિધિ યોજાઈ હતી. આ દરમિયાન લાલ ઝાંઝમ પાથરીને મહંત સ્વામી હરેકૃષ્ણ મહારાજનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વૈદિક મંત્રોચ્ચાર કરીને સંતો દ્વારા ઈંટો પર પૂજન વિધિ કરીને મંદિરનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.
તમને જણાવી દઈએ કે, ધાનસુરાના માલપુર રોડ ખાતે કરોડો રૂપિયાના ખર્ચે BAPS સ્વામિનારાયણ મંદિર આકાર પામવાનું છે. જેને લઈને આજ રોજ ભૂમિ પૂજન કરવામાં ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. જેમ રાજ્યકક્ષાના મંત્રી ભીખુસિંહ પરમાર, સરપંચ હેમલતાબેન, તેમજ અનેક સંતો-મહંતો અને ખૂબ જ વિશાળ સંખ્યામાં હરિભક્તો ઉપસ્થિત રહ્યાં હતાં.