GujaratIndiaNews

ભાજપના પૂર્વ નેતાએ કંડક્ટરની નોકરી અપાવવા યુવક પાસેથી લાંચ લીધી હોવાના આક્ષેપનો વિડીયો થયો વાયરલ…

ગુજરાતમાં ભરતી અંગે પણ દિવસે-દિવસે ભ્રષ્ટાચાર વધતો હોવાના મામલે વધુ એક નેતાનો વિડીયો વાયરલ થયો છે ભાજપના અનુસૂચિત જનજાતિ મોરચાના ઉપાધ્યક્ષ જશુભાઈ ભીલ જેઓ પહેલા એસટી નિગમના ડિરેક્ટર રહી ચૂક્યા છે,જશુભાઈ ભીલે કંડકટરની ભરતી વખતે યુવક પાસેથી રૂપિયા લીધાનો વીડિયો વાયરલ થતા સમગ્ર પંથકમાં ખળભળાટ જોવા મળ્યો છે.

આ સમગ્ર મામલે વિધાનસભા વિપક્ષના નેતાએ પણ ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું, આ વિડીયો તો મારી પાસે પણ આવ્યો છે.આ સમગ્ર ઘટના ત્યારે સામે આવી જ્યારે ભરતીમાં નામ ન આવતા એક ઉમેદવાર પોતાના પૈસા પરત લેવા પહોચ્યો હતો.આ દરમિયાન જશુભાઈ ભીલે ઉમેદવાર પાસેથી લેવાયેલ રકમ ઉચ્ચ કક્ષાએ આપ્યા હોવાનો દાવો કર્યો છે.

આ વાયરલ વિડીયો ૨.૫૦ મિનિટનો હોવાનું જણાઈ રહ્યું છે,જેમાં જશુભાઇ ભીલ કહી રહ્યા છે કે કોરોનાને કારણે કામ થયું નથી,એસટી નિગમની ઓફિસો ચાલુ થશે તો હું પૈસા પાછા અપાવીશ.

જો કે મીડિયા સાથે વાત કરતા જશુભાઇ ભીલે જણાવ્યુ પૈસા હું સ્વીકાર્યા નથી પણ જે કોઈ વચેટિયાઓએ પૈસા લીધા છે તેમની પાસેથી પરત અપાવવાની વાત કરી છે અને મને બદનામ કરાવવા આ ષડયંત્ર હોવાનું જણાવી રહ્યા છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે