India

આજે ભારત બંધનું એલાન: ટ્રેડ યુનિયનોએ મોદી સરકારની નીતિઓના વિરોધમાં આપ્યું છે બંધનું એલાન, મોટાપાયે થશે અસર

દેશના વિવિધ ટ્રેડ યુનિયનોએ બુધવારે એટલે કે આજે 8 જાન્યુઆરીએ ભારત બંધનું એલાન કર્યું છે. તેના કારણે બેંકિંગ, પરિવહન અને અન્ય સુવિધાઓને અસર થશે. નરેન્દ્ર મોદી સરકારની કથિત રાષ્ટ્ર વિરોધી અને લોકો વિરોધી નીતિઓ સામે સેન્ટ્રલ ટ્રેડ યુનિયન અને બેંક યુનિયનો વિરોધ કરશે.ટ્રેડ યુનિયનોએ દાવો કર્યો છે કે તેઓએ કેન્દ્રીય શ્રમ પ્રધાન સંતોષ ગંગવાર સાથે બેઠક કર્યા બાદ બંધનું એલાન કર્યું છે. જો સૂત્રોનું માનીએ તો 25 કરોડ લોકો આ દેશવ્યાપી હડતાલમાં જોડાઈ શકે છે જેનાથી દેશમાં મોટાપાયે અસર જોવા મળશે.

ભારત બંધની અસર બેન્કિંગ સુવિધાઓ પર મોટાપાયે પડી શકે છે. લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ભારતીય બેન્ક એસોસિએશન એ એક નિવેદનમાં જણાવ્યું છે કે 8 જાન્યુઆરીએ યોજાનારા ભારત બંધમાં 6 બેંક યુનિયનો જોડાશે.એટીએમ જેવી બેંકિંગ સુવિધાઓ શાખામાંથી પૈસા ઉપાડવા અને જમા કરાવવા તકલીફ પડી શકે છે.

UPTET 2019, JEE મેન્સ અને ICAR NET જેવી મહત્વપૂર્ણ પરીક્ષાઓ આજે યોજાવાની છે. પરિવહન સુવિધા પર અસરના કિસ્સામાં વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. પરંતુ હાલમાં બંધને કારણે આ પરીક્ષાઓ રદ થવાની કોઈ માહિતી નથી.ઘણા ટ્રેડ યુનિયન પણ ભારત બંધમાં ભાગ લઈ રહ્યા છે.દૂધની સપ્લાય, જાહેર પરિવહન, દવાઓ, એમ્બ્યુલન્સ અને હોસ્પિટલ સુવિધાઓ જેવી પર કોઈ અસર જોવા નહીં મળે.મેટ્રો સેવાઓ પણ રાબેતા મુજબ ચાલશે.

એરલાઇન્સ કંપનીઓ દ્વારા મુસાફરો માટે જાહેરાત કરવામાં આવી છે. ઈન્ડિગો, વિસ્ટારા અને સ્પાઇસ જેટએ કહ્યું છે કે ભારત બંધને કારણે રસ્તાઓ પર ભારે જામ થઈ શકે છે. આવી સ્થિતિમાં મુસાફરોએ મુશ્કેલી ન થાય તે માટે એરપોર્ટ આવવા માટે વધારે સમય લેવો જોઈએ.