GujaratNews

ભરૂચમાં બસ અડફેટમાં એક વ્યકિતનું મોત થતા સ્થાનિક લોકોએ બે બસો સળગાવી

ભરૂચ પર એક ગંભીર અકસ્માતની ઘટના બની હતી. જેમાં બસ દ્વારા એક વ્યક્તિને અડફેટમાં લેતા તેનું કરુણ મોત નીપજ્યું હતું. ત્યાર બાદ આ મામલો વધુ ગરમાયો હતો. ભરૂચની શેરપુરા ચોકડી પાસે આ ગંભીર અકસ્માત સર્જાતા ત્યાં રહેનાર લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. જ્યારે આ ટોળા દ્વારા આક્રોશ ઠેલવતા બે બસોને સળગાવી દેવામાં આવી હતી. જેના લીધે પોલીસ ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી.

પ્રાપ્ત માહિતી મુજબ, દહેજમા આવેલી બિરલા કોપર નામની કંપનીની ખાનગી બસ મોડી રાત્રીના પોતાની નાઈટ શિફ્ટના કર્મચારીઓને લઈને જઈ રહી હતી તે દરમિયાન શેરપુરા ગામ પહોંચી ત્યાં આ ભયંકર અકસ્માત સર્જાયો હતો. બસ દ્વારા રૂસ્તમ આદમ માચવાલા નામના વ્યક્તિને અડફેટમાં લેતા તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું હતું. જેના લીધે સ્થાનિક લોકો દ્વારા આક્રોશ દેખાડતા બસોની તોડફોડ કરી સળગાવી દીધી હતી.

જ્યારે અકસ્માતને કારણે આ ખાનગી કંપની બીજી બસ આવી રહી હતી તો તેને પણ લોકો દ્વારા સળગાવી દેવામાં આવી હતી. આ રીતે સ્થાનિક લોકોએ બે બસોને સળગાવી દીધી હતી. તેના લીધે ભરૂચ પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસ દ્વારા ભેગા થયેલા ટોળાને દૂર કર્યું હતું. જયારે ટ્રાફિક જામને પણ દુર કરી દીધો હતો. મૃતક રુસ્તમ આદમ શેરપુરાનો રહેવાસી હતો અને તે પણ લક્ઝરીના ડ્રાઈવર તરીકે કામ કરતો હતો.