CrimeGujaratSaurashtra

762 કરોડના GST બિલિંગ કૌભાંડમાં ભાવનગરના નિલેશ પટેલની ધરપકડ

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડની ટીમે 762 કરોડના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) બિલિંગ કૌભાંડમાં માધવ કોપર લિમિટેડ (ભાવનગર)ના ચેરમેન નિલેશ પટેલની ધરપકડ કરી છે. આરોપીને અમદાવાદ જીએસટી વિભાગને સોંપવામાં આવ્યો છે.કેસ મુજબ જુલાઈ 2021 દરમિયાન, રાજ્ય જીએસટી દ્વારા સમગ્ર ગુજરાતમાં વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. તે દરમિયાન ભાવનગરમાં માલ સપ્લાય કર્યા વગર બિલ બનાવીને જીએસટી કાયદાના ભંગનો મોટો કિસ્સો સામે આવ્યો છે.

માધવ કોપર લિમિટેડ (ભાવનગર)ના ચેરમેન નિલેશ પટેલ પર 762 કરોડનું બિલિંગ કૌભાંડ આચરવાનો આરોપ છે. જેના કારણે સ્ટેટ GST દ્વારા તેમના ઘર અને ઓફિસ પર દરોડા પાડીને સીઝર કાર્યવાહી કરવામાં આવી હતી. જ્યારે આરોપી નિલેશ પટેલ ધરપકડથી બચવા નાસી ગયો હતો. ગત રવિવારે GST ટીમે અમદાવાદના એલિસબ્રિજ વિસ્તારમાં નિલેશ પટેલની ધરપકડ કરવાનો પ્રયાસ કર્યો હતો, જે દરમિયાન તેણે GST ટીમ પર કાર ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ મામલે એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.

આ પછી એટીએસના મદદનીશ પોલીસ કમિશનર ભાવેશ રોજિયાને મળેલી પૂર્વ બાતમીના આધારે ગુજરાત એટીએસના પોલીસ ઇન્સ્પેક્ટર સંજય પરમારની આગેવાની હેઠળની ટીમે આરોપીની ધરપકડ કરી હતી. આ પછી ATSની ટીમે અમદાવાદ GST વિભાગને સોંપી દીધી છે. આ આરોપી ભાવનગરના એરપોર્ટ રોડ સ્થિત પટેલ પાર્કમાં રહે છે. આરોપીને અમદાવાદ જીએસટી વિભાગને સોંપવામાં આવ્યો છે.

નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે લીંબડી-રાજકોટ હાઇવે પર પોલીસવાનને નડ્યો અકસ્માત વાસ્તુના આ ઉપાયોથી મળશે દેવાના બોજમાંથી મુક્તિ ગુજરાતના ધારાસભ્યો માટે બની રહ્યા છે લક્ઝુરિયસ ફ્લેટ રાજદીપસિંહ સહિત 3 લોકોના આગોતરા જામીન રદ