ગુજરાતમાં શિક્ષકોની નોકરી ની રાહ જોઈ રહેલ લોકો માટે મહત્વના સમાચાર, સરકારે 4000 જેટલા જૂના શિક્ષકોની ભરતી કરી જાહેર
રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ગુજરાત સરકાર દ્વારા હાલમાં જ શિક્ષકોની નોકરી ની રાહ જોઈ રહેલ લોકો માટે સારા સમાચાર આપ્યા છે. જેમાં ગુજરાત સરકાર દ્વારા જુના શિક્ષકોની ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 4000 જેટલા જૂના શિક્ષકોની ભરતી કરવામાં આવશે.
આ માટે અરજકર્તા ઓનલાઇન અરજી કરી શકાશે. જે ઉમેદવારોએ આગામી 12/09/2024થી તારીખ 26/09/2024 સુધી જ આ ફોર્મ ભરી શકશે. ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા કુલ 4000 જેટલા જુના શિક્ષકોની ભરતી બહાર પાડી છે. જેમાં 2000 જેટલા માધ્યમિક અને 2000 જેટલા ઉચ્ચતર માધ્યમિકમાં ભરતી કરવામાં આવશે. આ પ્રમાણે કુલ 4000 જેટલા જૂના શિક્ષકોની ભરતી કરવામાં આવશે.
જેના માટે ઉમેદવારો http://gserc.in વેબસાઈટ પર ઓનલાઇન અરજી કરી શકશે. જો કે આ ભરતીમાં શિક્ષણ વિભાગ હસ્તકની ગ્રાન્ટેડ શાળામાં(લઘુમતી સિવાય) ઓછામાં ઓછાં પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હાલ સેવામાં હોય તેવા નિયમિત શિક્ષક જૂના શિક્ષક તરીકે અરજી કરી શકશે. આ જાહેરાતની તારીખે વયનિવૃત્તિ માટે બે વર્ષ કરતાં ઓછો સમય બાકી હોય તેવા શિક્ષક અરજી કરી શકશે નહીં.
આ માટે જૂના શિક્ષક ભરતીની લાયકાત તરીકે ઉમેદવારના શૈક્ષણિક અનુભવને આધારે મેરિટ તૈયાર કરવામાં આવશે. આ અંતર્ગત હવે જૂના શિક્ષક ભરતીમાં જૂના શિક્ષક અને શિક્ષણ સહાયકનો રેશિયો 1:3નો રહેશે.