વડોદરા હરણી બોટ દુર્ઘટનાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. વડોદરા હરણી બોટ દુર્ઘટનામાં ગુજરાત હાઇકોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો છે. કોર્ટ દ્વારા 15 પાનાનો ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે. કોર્ટ દ્વારા આ દુર્ઘટના માટે બે મ્યુનિસીપલ કમિશનર જવાબદાર ઠેરવવામાં આવ્યા છે. આ ઘટના માટે જવાબદાર વિનોદ રાવ અને એચ એસ પટેલની ભુમિકા સ્પષ્ટ કરવામાં આવી છે. બંને અધિકારીઓ સામે શિક્ષાત્મક પગલાં લેવાનો આદેશ જાહેર કરાયો છે. ગુજરાત હાઈકોર્ટ દ્વારા નોંધ લેવામાં આવી છે કે, યોગ્યતા ન હોવા છતાં કામ સોંપી દેવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, બોટ દુર્ઘટના બાદ તંત્રની ઘોર બેદરકારી સામે આવતા તપાસ હાથ ધરવામાં આવતા અનેક ખુલાસાઓ થઈ રહ્યા છે. લેક ઝોન કોન્ટ્રાક્ટર પાસે લાયકાત ન હોવા છતાં તે સમયના મ્યુનિસિપલ કમિશનર દ્વારા પ્રોજેક્ટને મંજૂરી આપી દેવામાં આવી હતી. ગુજરાત હાઈકોર્ટ દ્વારા સમગ્ર મામલે અવલોકન કરવામાં આવ્યું છે કે, પ્રોજેક્ટને સ્ટેન્ડિંગ કમિટીની મંજૂરી ન હોવા છતાં કમિશ્નર દ્વરા મંજૂરી આપી દેવામાં આવી હતી. આ કેસમાં હવે 12 મી જુલાઇના રોજ આગામી સુનાવણી હાથ ધરવામાં આવશે.
તમને જણાવી દઈએ કે, 18મી જાન્યુઆરીના રોજ વડોદરાના હરણી તળાવ માં વિદ્યાર્થીઓ થી ભરેલી બોટે પલટી ખાઈ લીધી હતી. આ બોટમાં 23 બાળકો અને 4 શિક્ષકો આ બોટમાં સવાર રહેલા હતા. જેમાં 17 લોકોના કરૂણ મૃત્યુ નીપજ્યા હતા. જેમાં ૧૨ બાળકો અને બે શિક્ષકોના આ દુર્ઘટનામાં મૃત્યુ નીપજ્યા હતા. આ દુર્ઘટનાને લઈને સમગ્ર શહેરમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. વાઘોડિયાની સનરાઇઝ સ્કૂલ ના બાળકો રહેલા હતા. જ્યારે બોટિંગ દરમ્યાન ક્ષમતા કરતા વધુ લોકોને બેસાડાતા બોટનું બેલેન્સ બગડી ગયું હતું. તેના લીધે બોટ પલટી જતા બાળકો તળાવમાં ડૂબી ગયા હતા