રાજ્યમાં હાલ વરસાદી માહોલ બનેલો છે. એવામાં હવામાન વિભાગે ગુજરાત ના દરેક જિલ્લાઓમાં વરસાદની કરી છે. જ્યારે રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. વરસાદના લીધે પાણી ભરાઈ જવાના લીધે પૂર આવતા ઘણા જિલ્લાઓમાં ઘણા ગામો પણ સંપર્ક વિહોણા બની ગયા છે. એવામાં આજે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના નિષ્ણાંત રામાશ્રય યાદવ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, રાજ્યમાં હાલ બે સિસ્ટમ સક્રિય થતાં વરસાદી માહોલ બન્યો છે. હવામાન વિભાગ મુજબ, ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી સાથે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવેલ છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આજે સુરત, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.
તેની સાથે પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, મહીસાગર, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, બોટાદ અને દીવમાં ભારે વરસાદની આગાહી કરી છે. તેની સાથે આગામી પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.