દેશ અને રાજ્યમાં અવારનવાર ચોરી, લૂંટફાટ, ધાકધમકીઓ આપીને પૈસા પડાવી લેવાના બનાવો સામે આવતા રહે છે. આ ઉપરાંત રાજ્યમાં સોના-ચાંદી મોબાઈલોની દુકાનોમાં ચોરીના બનાવો સામે આવતા હતા પરંતુ હવે થોડા એકદ વર્ષથી વાહનો ચોરીના બનાવોમાં પણ ઘણો વધારો જોવા મળી રહ્યો છે, જેને લઈને અવારનવાર વાહન માલિકો દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવતી રહે છે. જેન લઈને પોલીસ દ્વારા પણ ઘણી સઘન તપાસ કરવામાં આવતી રહે છે પરંતુ ચોરોનો કોઈ સુરાગ ન મળતા તેઓ પોલીસની પકડથી દૂર ભાગી જાય છે અને આવા વધુ બનાવોને અંજામ આપતા રહે છે. જેના કારણે આ ચોરીના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે. ત્યારે આજે આવો જ વધુ એક કેસ સામે આવ્યો છે.
જો કે આણંદનાં વલ્લભવિદ્યાનગરમાં વધતા જતા બાઈક ચોરીનાં ગુનાઓને લઈને પોલીસે આ ચોરને પકડી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી. અને ડીકોય ટ્રેપ એક્શન સાથે ચોરને પકડવા માટે પ્રયાસો શરૂ કર્યા હતા. ત્યારે આ મામલે વલ્લભવિદ્યાનગર પોલીસને બાતમી મળી હતી, જેના આધારે પોલીસે આંતર જિલ્લા બાઈક ચોરને ઝડપી પાડ્યા હતા. પોલીસે આ ચોર પાસેથી ચોરીની 20 મોટર સાયકલો કબ્જે કરી લીધી છે અને આ સાથે જ પોલીસે વડોદરા, સુરત, અમદાવાદ, આણંદ જિલ્લામાં થયેલી 20 જેટલી બાઈક ચોરીનાં ગુનાઓનો ભેદ પણ ઉકેલી દીધો છે.
આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, પેટલાદ તાલુકાનાં ફાંગણી ગામનો એક બાઈકચોર જે હર્ષદ ઉર્ફે હોલો બાવજીભાઈ ભોઈ આ ચોરીની બાઈક વેચવા માટે વલ્લભવિદ્યાનગરની જીઆઈડીસી વિસ્તારમાં આવી રહ્યો છે. ત્યારબાદ પોલીસની ટીમે આ ચોરને પકડી પાડવા માટે એકશન પાલન ઘડ્યો હતો. ત્યારે આ ચોરને નંબર પ્લેટ વગરની મોટર સાયકલ સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. જો કે આ દરમિયાન પોલીસે આ આરોપી પાસેની મોટર સાયકલનાં દસ્તાવેજો માંગતા તેના દ્વારા કોઈ યોગ્ય જવાબ ન મળતા, પોલીસે પોકેટ કોપ મોબાઈલ એપથી તપાસ કરી હતી અને જેમાં આ મોટર સાયકલ ચોરીની હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ પોલીસે આ ચોરની વધુ પુછપરછ હાથ ધરી હતી જેમાં હર્ષદ ઉર્ફે હોલોએ આ મોટર સાયકલની બોરસદમાંથી ચોરી કરી હોવાનું સ્વીકાર્યું હતું.
જો કે આ આરોપી અગાઉ પણ બાઈક ચોરીનાં ગુનામાં પકડાયો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે અને ગત મે 2021 માં જેલમાથી છુટીને બહાર આવ્યા બાદ ફરીથી આ બાઈક ચોરી કરવા લાગ્યો હતો. ત્યારે આજે ફરીથી તેની ધરપકડ કરી લેવામાં આવી છે અને અન્ય ઘણા શહેરોની બાઈક ચોરીનો ભેદ ઉકેલી દેવામાં આવ્યો છે.