સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા લાખો ઉમેદવારો માટે માઠા સમાચાર
સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે ફરીથી માઠા સમાચાર આવી ગયા છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે કે બિનસચિવાલય કારકૂન તેમજ ઓફિસ આસિસ્ટન્ટની પરીક્ષાને મોકૂફ રાખવામાં આવી છે. આગામી 13 ફેબ્રુઆરીના રોજ આ પરીક્ષા યોજાવાની હતી. અને 10 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા માટે ફોર્મ ભર્યું હતું. બિનસચિવાલયની 3901 જગ્યાઓ માટે જે પરીક્ષા લેવવાની હતી તે પરીક્ષાને અમુક કારણોસર બીજી વખત પણ મોકૂફ રાખવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે એક પરિપત્ર બહાર પાડીને આ અંગે જાહેરાત કરી છે. જેમાં જણાવ્યું છે કે તારીખ 13/02/2022ના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર દ્વારા યોજાનારા જાહેરાત ક્રમાંક 150/201819, બિન સચિવાલય સેવાના કારકૂન અને સચિવાલય સેવાના ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ -3 સંવર્ગની પરીક્ષા વહીવટી કારણોસર હાલ પુરતી મોકૂફ રાખવામાં આવે છે. અને ટૂંક સમયમાં આ પરીક્ષા માટે નવી તારીખ જાહેર કરાવમાં આવશે. જે સંબંધિત તમામ ઉમેદવારોએ નોંધ લેવી.
નોંધનીય છે કે, બિન સચિવાલય ક્લાર્ક તેમજ ઓફિસ આસિસ્ટન્ટની 3738 જગ્યા માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી 13 ફેબ્રુઆરી 2022ના રોજ પરીક્ષા લેવાવાની હતી જેમાં કુલ 10 લાખ 45 હજાર જેટલા ઉમેદવારો ફોર્મ ભર્યા છે.તમને જણાવી દઈએ કે, વર્ષ 2018માં બિનસચિવાલય કલાર્કની અને ઓફીસ અસિસ્ટન્ટની પરીક્ષાની જાહેરાત થયા બાદ તેને મોકૂફ રાખવામાં આવી હતી. જોકે, આજે ફરીથી ગૌણ સેવા પસંદગી મંડળે અનિવાર્ય કારણોસર પરીક્ષાને મોકૂફ રાખી છે.