Gujarat

રાજ્યમાં રદ કરવામાં આવેલ બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાને લઈને આવ્યા મોટા સમાચાર

બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. ગઈ કાલના બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાને મોકૂફ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેના લીધે ઉમેદવારો રોષ જોવા મળ્યો હતો. ઉમેદવારો દ્વારા આ નિર્ણય લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. ઉમેદવારો દ્વારા માંગણી કરવામાં આવી હતી કે આ પરીક્ષા જલ્દીથી જલ્દી ફરી યોજવામાં આવે.

એવામાં હવે તેને લઈને મોટા સમાચાર સામે આયા છે. GAD ના અધિક મુખ્ય સચિવ દ્વારા જાણકારી આપવામાં આવી છે કે, બે મહિનામાં બિન સચિવાલયની પરીક્ષાની આયોજન ફરીથી કરવામાં આવશે. તેની સાથે તેમને એ પણ જાણકારી આપી છે કે, 15-20 દિવસમાં પરીક્ષાની તારીખની જાહેરાત કરી દેવામાં આવશે.નોંધનીય છે કે, બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખવામાં આવતા ઉમેદવારોમાં ભારે નિરાશા જોવા મળી હતી.

પરીક્ષાની વાત કરીએ તો છેલ્લા 4 વર્ષમાં ત્રીજી વખત બિનસચિવાલય ક્લાર્કની પરિક્ષા મોકૂફ રાખવામાં આવી છે. તેના કારણે વિદ્યાર્થીઓ દ્વારા ભારે રોષ દેખાડવામાં આવી રહ્યો છે અને વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે આ પરીક્ષાનું આયોજન જલ્દી કરવામાં આવે.જ્યારે પરીક્ષાની વાત કરવામાં આવે તો આ પરીક્ષા 13 ફ્રેબુઆરીના યોજાવાની હતી. તે પહેલા જ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલય સેવાના કારકૂનની પરીક્ષા મોકૂફ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. સચિવાલય સેવાના ઓફિસ આસિ.ની પરીક્ષા મોકૂફ કરવામાં આવી છે.