BollywoodIndia

સલમાન ખાન હંમેશા બ્લુ બ્રેસલેટ પહેરે છે: જાણૉ તેની કિંમત અને પહેરવાનું કારણ

બોલીવુડમા સૌથી લોકપ્રિય સ્ટાર અને ખુબ મોટું ફેન બેઝ ધરાવતો સલમાન ખાન અનેક રીતે ચર્ચામાં આવતો હોય છે. તે તેની મૂવીઝ હોય અથવા જીવન પ્રત્યેની પ્રેમ અથવા કુટુંબ અને મિત્રો પ્રત્યેનું તેમનું સમર્પણ હોય સલમાન ખાન અલગ જ છાપ ધરાવે છે. સલમાન તેના બ્લુ બ્રેસલેટ અને તેની ફેશન સ્ટાઇલ થી પણ જાણીતો છે. હંમેશા ફિટ રહેવાનું પસંદ કરતો સલમાન હંમેશા પોતાના હાથ પર એક બ્લુ સ્ટોનવાળું બ્રેસલેટ પહેરે છે એ સૌએ જોયું જ હશે.

સલમાને 80 ના દાયકાના અંતમાં બોલીવુડમાં પ્રવેશ કર્યો હતો જો કે તેની બ્રેસલેટ 2003માં જોવા મળી હતી. સલમાન ખાન ના ચાહકો માને છે કે ફિલ્મોમાં સલમાનની આટલી મોટી સફળતાનું કારણ તે બ્રેસલેટ જ છે. સલમાને પોતે પણ ઘણા ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે તે પહેરે છે કારણ કે તે તેના પિતા સલીમ ખાનની ભેટ છે.

સલમાન ખાનનું નામ જ્યારે લેવાય ત્યારે બ્રેસલેટ તો સૌ કોઈના દિમાગમાં આવી જ જાય છે. સલમાન ખાન તેના બ્રેસલેટ સાથે જોડાયેલ છે એ જોતા સ્પષ્ટ છે કે તે ક્યારેય પહેરવાનું છોડશે નહીં.સલમાન ખાનના ફિરોજા રત્નવાળા બ્રેસલેટની જાડાઈ 1.75 મીટર છે. વજન 100 ગ્રામ જેટલું છે જેમાં સ્ટર્લિંગ ચાંદી છે. એવું માનવામાં આવે છે કે સલમાને જ્યારથી આ બ્રેસલેટ પહેર્યું છે ત્યારથી તે ખુબ મોટી સફળતા મેળવતો રહ્યો છે.

જો કે આ બ્રેસલેટ અંગે કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી પણ આ બ્રેસલેટમાં પત્થરનો કલર જોતા તે ફીરોજા પથ્થર લાગે છે તેને જ્યોતિષીઓના મતે સારો ભાગ્ય રત્ન માનવામાં આવે છે. આ બ્રેસલેટની કિંમત 55000 થી 60000 રૂપિયા માનવામાં આવે છે.