શાકભાજીની લારી ચલાવનારના તેજસ્વી દીકરાએ 12 કોમર્સમાં 94.17 ટકા લાવીને પિતાનું સપનું પૂરું કર્યું
ધોરણ 12 કોમર્સ અને આર્ટ્સના વિદ્યાર્થીઓના પરિણામ બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવ્યા છે. ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહના પરિણામ વાત કરીએ તો આ વખતે પરિણામ 73.27 ટકા રહ્યું છે. જ્યારે આ પરિણામમાં સુરતના અનેક વિધાર્થીઓ ટોપ પર રહ્યા છે. તેની સાથે એક અનોખી વાત સામે આવી છે.
સુરતમાં શાકભાજી નો વેપાર કરનાર વેપારી ના પુત્ર દ્વારા 94 % સાથે A-1 ગ્રેડ પ્રાપ્ત કરવામાં આવ્યો છે. જ્યારે ગરીબ પરિસ્થિતિમાં સારું પરિણામ લાવવા પર આ વિદ્યાર્થીનો તમામ ભણતરનો ખર્ચ ઉઠાવવા શાળા દ્વારા ઉઠાવી લેવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે, 12 કોમર્સ અને આર્ટસ નું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં 12 કોમર્સ માં સૌથી વધુ A-1 ગ્રેડ પ્રાપ્ત કરનાર સુરતના વિદ્યાર્થીઓ રહ્યા છે. આજના આ પરિણામમાં અનેક વિદ્યાર્થીઓ દ્વારા આ સિદ્ધી પ્રાપ્ત કરવામાં આવી છે.
એવામાં સુરતના પ્રદીપ માળી નામના વિદ્યાર્થી દ્વારા આવી અનોખી સિદ્ધી મેળવવામાં આવી છે. સુરતની આશાદીપ શાળામાં ભણનાર પ્રદીપ માળી ના પિતા ભગવાન માળી છેલ્લા અનેક વર્ષોથી શહેરમાં શાકભાજી વેંચીને પરિવારનું ભરણપોષણ કરે છે. જ્યારે આજે પ્રદીપે 12 માં ધોરણમાં સારું પરિણામ લાવીને પિતાનું નામ રોશન કરી દીધું છે.
તમને જણાવી દઈએ કે, વિદ્યાર્થી પ્રદીપ માળીના પિતા ભગવાન માળી રસ્તા પર શાકભાજી વેંચીને પરિવારનું ભરણપોષણ કરે છે. એવામાં તેમના પુત્ર 12 કોમર્સ ના પરિણામ માં ઉચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરવામાં આવી છે. પ્રદીપ માળી દ્વારા આજે જાહેર થયેલા 12 કોમર્સ ના પરિણામમાં 94.71 % પ્રાપ્ત કરીને એ વન ગ્રેડ પ્રાપ્ત કરવામાં આવ્યો છે.