India

બજેટ 2022: જાણો કઈ વસ્તુઓ સસ્તી થઇ અને કઈ મોંઘી…

નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા આજે બજેટ રજુ કરવામાં આવ્યું હતું. બજેટમાં એવી ઘણી જાહેરાતો કરવામાં આવી છે જેની અસર તમે ઉપયોગ કરો છો તે જરૂરી વસ્તુઓ પર પડશે. કેટલીક વસ્તુઓ સસ્તી થશે અને કેટલીક વસ્તુઓ પર બોજ પડશે જેના કારણે તે મોંઘી થશે. ચાલો જાણીએ બજેટ પછી કઈ વસ્તુઓ સસ્તી થશે અને કોની કિંમત વધશે.

શું થશે સસ્તુંઃ ચામડું, કાપડ, કૃષિ સામાન, પેકેજિંગ બોક્સ, પોલિશ્ડ હીરા, વિદેશી છત્રીઓ, મોબાઈલ ફોન ચાર્જર, મોબાઈલ ફોન માટેના કેમેરા લેન્સ અને જેમ્સ એન્ડ જ્વેલરી સસ્તી થશે. આયાતી પોલિશ્ડ પોલિશ્ડ હીરા, ફ્રોઝન મસેલ્સ, ફ્રોઝન સ્ક્વિડ, હિંગ, કોકો બીન્સ, મિથાઈલ આલ્કોહોલ અને એસિટિક એસિડના ભાવ નીચે આવશે. જેમ્સ અને જ્વેલરી પર કસ્ટમ ડ્યુટી ઘટાડીને 5 ટકા કરવામાં આવી છે.

શું મોંઘું થશે: હેડફોન, ઈયરફોન, લાઉડસ્પીકર, સ્માર્ટ મીટર, આર્ટિફિશિયલ જ્વેલરી, સોલાર સેલ અને સોલાર મોડ્યુલ સહિતની ઘણી વસ્તુઓ કેન્દ્રીય બજેટ 2022-23માં પ્રસ્તાવિત આયાત ડ્યૂટીમાં વધારાને કારણે મોંઘી થશે. છત્રી, આર્ટિફિશિયલ જ્વેલરી, લાઉડસ્પીકર, હેડફોન અને ઈયરફોન, સ્માર્ટ મીટર, સોલાર સેલ, સોલાર મોડ્યુલ, એક્સ-રે મશીન, ઈલેક્ટ્રોનિક ટોય પાર્ટ્સ