ટ્રક સાથે અથડાયા બાદ બસમાં લાગી ભીષણ આગ: 20 લોકોના મોત, 21 ઘાયલ
ઉત્તરપ્રદેશના કન્નૌજમાં રાત્રે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો.જીટી રોડ હાઇવે પર ડબલ ડેકર બસ અને ટ્રક વચ્ચે ટકરાઈ હતી, ત્યારબાદ બસમાં ભારે આગ લાગી હતી. આ અકસ્માતમાં 20 લોકોનાં મોત નીપજ્યાં છે. આગમાં 21 લોકો ઘાયલ થયા છે.બસ કન્નૌજના ગુરસાૈગંજથી જયપુર જઈ રહી હતી. સીએમ યોગી આદિત્યનાથે આ ઘટનાની નોંધ લીધી છે. તેમણે કહ્યું કે ઈજાગ્રસ્તોને તમામ મદદ પૂરી પાડવામાં આવી રહી છે. સીએમ યોગીએ ઘાયલોને 50 હજાર રૂપિયા અને મૃતકોના પરિવારજનોને બે લાખ રૂપિયા વળતર આપવાની જાહેરાત કરી છે.
કન્નૌજ જિલ્લા મેજિસ્ટ્રેટ રવિન્દ્ર કુમારે જણાવ્યું હતું કે બસમાં લગભગ 43 લોકો હતા. અકસ્માતમાં 21 લોકો ઘાયલ થયા છે, જેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આગને કાબૂમાં લેવામાં આવી છે. તેમણે કહ્યું કે બચાવ કાર્ય ચાલી રહ્યું છે. કલેકટરે જણાવ્યું હતું કે બસ ફરરૂખાબાદની હતી. 26 મુસાફરો ગુર્સાહાઇગંજથી અને 17 મુસાફરો છાબરામૌથી સવાર હતા.
કાનપુર રેન્જના આઈજી મોહિત અગ્રવાલે જણાવ્યું હતું કે 25 મુસાફરોને બચાવી લેવામાં આવ્યા છે. તેમાંથી 12 લોકોને તિરવા મેડિકલ કોલેજમાં અને 11 લોકોને સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે બે મુસાફરો સંપૂર્ણ સલામત છે, જેમને ઘરે મોકલી દેવામાં આવ્યા છે.