દેશમાં ભાજપ સરકારમાં દિવસે ને દિવસે મોંઘવારી આસમાને પહોંચી રહી છે અને એ પણ આવા કોરોના મહામારી જેવા સમયમાં લોકો પાસે કામ ધંધા ન હોવાના સમયે અને જેમનો ઘંધો ચાલી રહ્યો છે તે પણ માંડ માંડ ચાલી રહ્યો છે જેના કારણે લોકોને જીવવું પણ મુશ્કેલ થઇ રહ્યું છે અને આ વાતની કબૂલાત હવે ભાજપ ના જ એક કાર્યકર્તાએ પણ કરી છે. જો કે આ ભાજપના કાર્યકતાને વધતી મોંઘવારી પર એટલા બધો ગુસ્સો આવ્યો કે તેને અડધી રાત્રે પૂર્વમંત્રી યોગેશ પટેલની કારમાં આગ લગાવી દીધી હતી. જો કે આ આરોપીએ મોંઘવારી ઓછી નહીં કરતા હોવાથી કાર સળગાવ્યા હોવાનું પોલીસ સમક્ષ જણાવ્યું છે.
આ સમગ્ર મામલે હાલમાં વડોદરા ક્રાઇમ બ્રાન્ચ વધુ તપાસ કરી રહી છે. અને પોલીસે આ આરોપીની CCTV ફૂટેજ ના આધારે ધરપકડ કરી લીધી છે. જો કે ભાજપના પૂર્વ ધારાસભ્ય યોગેશ પટેલે પોતાની ગાડી જ્યુબિલી બાગ પોલીસ ચોકી પાસે પાર્ક કરી હતી. અને અચાનક અડધી રાત્રે તેમની કારમાં આગ લાગી હતી. જેને લઈને તેમના ડ્રાઈવર ગૌરાંગ ઉર્ફે ભૂરો પટેલે રાવપુરા પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ કરતા આ કારમાં આગ લગાવતા CCTV ફૂટેજ સામે આવ્યા હતા.
આ CCTV ફૂટેજમાં મોહમ્મદ હનીફ દારૂવાલા નામનો શખ્સ બાઈક લઈને આવ્યો હતો અને આ યોગેશ પટેલની કારમાં આગ લગાવી ફરાર થઇ ગયો હતો. હાલમાં પોલીસે આ આરોપી મોહમ્મદ હનીફ દારૂવાળાની અટકાયત કરી લીધી છે. ત્યારે આરોપીએ પોતે ભાજપનો કાર્યકર હોવાનું જણાવ્યું હતું. અને તે પોતે મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીને પણ ઓળખતો હોવાનો જણાવ્યું છે. જો કે આ આરોપી આ અગાઉ પણ હથિયાર અને જુગારના કેસમાં ઝડપાઇ ચુક્યો હોવાનું સામે આવ્યું છે.