India

લગ્નની મજા માણી ઘરે પહોંચે તે પહેલા જ કારનો ટ્રક સાથે થયો ભયંકર અકસ્માત, પાંચના મોત

ઉત્તર પ્રદેશનાં રામપુરમાં ગઈ કાલ રાત્રીના ભયંકર અકસ્માત થયો હોવાની ઘટના સામે આવી છે. આ અકસ્માત કાર અને ટ્રક વચ્ચે થયો હતો. જેમાં 5 લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા. તેની સાથે જાણવા મળ્યું છે કે આ કારમાં છ લોકો જઈ રહ્યા હતા. જેમાં 5 લોકોના મોત થઈ ગયા હતા.પ્રાપ્ત માહિતી મુજબ, ઉત્તર પ્રદેશનાં રામપુરમાં એક કાર ટ્રકમાં ઘુસી ગઈ હતી.

આ કારમાં છ લોકો જઈ રહ્યા હતા જેમાં પાંચ લોકોના ઘટનાસ્થળે જ મોત થઈ ગયા હતા. જ્યારે ડ્રાઈવર ઈજાગ્રસ્ત થયો છે પરંતુ તેની હાલત પણ ખરાબ રહેલી છે. તેને સારવાર માટે નજીક હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો છે. ઉત્તર પ્રદેશના રામપુરમાં જનપદના ટાંડા થાણે તરફ આ દર્દનાક ઘટના બની હતી. તેમાં જાણકારી સામે આવી છે કે આ કારમાં બેઠેલા 6 લોકો યૂપી-ઉત્તરાખંડ બોર્ડર પર આવેલ શહેરમાં લગ્ન માટે ગયો હતો અને તે પોતાના ઘરે એટલે મુરાદાબાદ આવી રહ્યો હતો.

પરંતુ તે ઘરે પહોંચે પહેલા તેને અકસ્માત નડી ગયો હતો. જ્યારે આ ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી આવી હતી. પોલીસ દ્વારા મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે જિલ્લાની ખાનગી હોસ્પિટલમાં મોકલી દેવામાં આવ્યા હતા. જ્યારે ઈજાગ્રસ્ત ડ્રાઈવરની સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા આ મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.