GujaratNewsNorth GujaratSaurashtraSouth Gujarat

કેન્દ્રીય કર્મચારીઓને ટૂંક સમયમાં મળશે ખુશીના સમાચાર, આ તારીખે વધશે મોંઘવારી ભથ્થું

કેન્દ્રીય કર્મચારીઓને મળતું મોંઘવારી ભથ્થું (DA) ટૂંક સમયમાં વધી શકે છે. જે આ સપ્ટેમ્બર મહિનામાં કેન્દ્રીય કર્મચારીઓને જલ્દી ખુશીના સમાચાર મળી શકે છે. જો કે મળતી માહિતી અનુસાર સરકાર સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહમાં 3-4 ટકા DA વધારવાની જાહેરાત કરી શકે છે. જો કે આ મોંઘવારી ભથ્થું સરકારી કર્મચારીઓ, જાહેર ક્ષેત્રના કર્મચારીઓ અને પેન્શનધારકોને આપવામાં આવે છે. અને દેશની વર્તમાન મોંઘવારી પ્રમાણે દર 6 મહિને તેની ગણતરી કરવામાં આવે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સરકાર આ વર્તમાન મહિનો સપ્ટેમ્બરના ત્રીજા સપ્તાહમાં મોંઘવારી ભથ્થામાં 3 થી 4% સુધીનો વધારો કરી શકે છે. જો કે હાલની માહિતી અનુસાર 3% ની વધારાની પુષ્ટિ કરવામાં આવી છે, જો કે તે વધીને 4% પણ કરવામાં આવી શકે છે.

નોંધનીય છે કે, મોંઘવારી ભથ્થું કેન્દ્રીય કર્મચારીઓને અને મોંઘવારી રાહત પેન્શનરો માટે હોય છે. DA અને DR માં વર્ષમાં બે વખત જાન્યુઆરી અને જુલાઈમાં વધારો કરવામાં આવે છે. સૂત્રો પ્રમાણે પહેલી માર્ચ 2024માં સરકાર દ્વારા DA માં 4%નો વધારો કરીને તેને બેસિક પેના આધારે 50 ટકા સુધી કરી આપવામાં આવ્યો હતો.

તાજેતરમાં સંસદના ચોમાસું સત્રમાં નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે સરકાર COVID-19 મહામારી વખતે રોકવામાં આવેલ 18 મહિનાના DA અને DR એરિયર જાહેર કરવાની કોઈપણ સંભાવના નથી. જયારે વધુ એક સવાલના જવાબમાં જણાવ્યું હતું કે શું કેન્દ્ર સરકાર કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરો માટે 18 મહિનાના DA કે DR ને આપવા પર વિચાર કરી રહી છે.