જો તમે પણ તમારા ઘરના આંગણે બહાર રખડતા શ્વાનને અથવા તેમના ગલૂડિયાંને બિસ્કીટ ખવડાવો છો, અથવા તમારા બાળકો તેમના ગલૂડિયાં સાથે રમે છે તો તમારે તેમનાથી દૂર રાખવા જોઈએ કારણે કે આજે સુરત શહેરમાંથી એક એવો બનાવ સામે આવ્યો છે જેને જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો.
આ ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરમાં ડિંડોલી રહેતા આજથી દોઢ મહિના પહેલા ઉત્તરાયણ વખતે તેમના વતન મહારાષ્ટ્રમાં ગલુડિયાને બિસ્કીટ ખવડાવતી વખતે બાળકને તેના નખ વાગી ગયા હતા જેના કારણે આ 4 વર્ષના બાળકને હડકવા થઈ ગયો હતો અને હાલમાં તેનું મૃત્યુ થયું હતું.
જો કે આજથી દોઢ મહિના પહેલા ઉતરાયણ વખતે બાળક તેના પરિવાર સાથે તેમના વતન મહારાષ્ટ્રમાં ગયો હતો આ દરમિયાન તે તેના ઘરની બહાર શ્વાનના નાના બચ્ચા (ગલુડિયા) ને રમાડતાં રમાડતાં બિસ્કીટ ખવડાવી રહ્યો હતો તે વખતે શ્વાનના બચ્ચાંની માતા આવી જતા નૈતિક ત્યાંથી ભાગવા જતાં પડી ગયો હતો. તેના પગના ઘૂંટણની ચામડી છોલાઈ ગઈ હતી. ત્યારે શ્વાનના બચ્ચાએ તે ઈજામાં જીભ અડાડી હતી અને તેના પણ નંખ વાગ્યા હતા. પરંતુ તેમના પરિવારે આ વાતનું ધ્યાન રાખ્યું ન હતું અને આ વાતને મામૂલી સમજીને અવગણી હતી.
આ ઘટનાની વધુ પ્રાપ્ત માહિતી અનુસાર મૂળ મહારાષ્ટ્રના વતની રાજેન્દ્ર સુરેશભાઈ ગાયકવાડ હાલ સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આવેલી સાઈદર્શન સોસાયટીમાં રહે છે. જેમના પરિવારમાં તેમની પત્ની, દીકરી અને દીકરો રહે છે. જેમાં દીકરીનું નામ ભાગ્યશ્રી અને 4 વર્ષનો દીકરો નૈતિક છે. જયારે આ રાજેન્દ્ર ગાયકવાડ સુરત મહાનગર પાલિકાના કતારગામ ઝોનમાં રોડ વિભાગમાં નોકરી કરતા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.
જો કે આ નૈતિકને ચાર દિવસ પહેલા જ આંગણવાડીમાં મુકવામાં આવ્યો હતો. આ દરમિયાન નૈતિકને ઠંડી લાગવા લાગી હતી અને તેને ખુબ જ તાવ આવી ગયો હતો. ત્યારે તેમના માતા પિતાએ તેમના ઘર નજીક આવેલ મેડિકલ સ્ટોરમાંથી દવા લઈને પીવડાવી દીધી હતી. જો કે આ દવાથી પીવાથી બાળકનો તાવતો ઉતરી ગયો હતો. પરંતુ આ ઘટના બાદ તેના વર્તનમાં ફેરફાર થઇ ગયો હતો, જેના કારણે તેમના પરિવારજનો બાળકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. અહીં હોસ્પિટલમાં તેના રિપોર્ટ કરાવ્યા હતા. જો કે આ રિપોર્ટમાં પણ કઈ જાણવા મળ્યું ન હતું. જો કે બે દિવસબાદ નૈતિકને ફરી તાવ આવી ગયો હતો ત્યારે તેના માતા પિતાએ તેને દવા પીવડાવતાં હતા. ત્યારે દવા સાથે પાણી આપતા તે ડરવા લાગ્યો હતો.
બાળકનું આવું વર્તન જોતા પરિવારજનોએ તેને ફરી ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઇ ગયા હતા. ત્યાં ડોકટરને હડકવા(રેબીઝ) હોવાની શંકા જતા પરિવારને નવી સિવિલ હોસ્પિટલ લઇ જવા માટે જણાવ્યું. જો કે બે દિવસ નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર બાદ નૈતિકનું મોત નિપજ્યું હતું.