રાજ્યમાં આજે આટલા કલાક બંધ રહેશે CNG ગેસનું વેચાણ, જાણો શું છે તેના પાછળનું કારણ….
CNG ગેસને લઈને ગુજરાતથી મોટા સમાચાર સામે આવ્યા છે. ઓઇલ કંપની અને ડીલર્સ વચ્ચે માર્જિનને લઈને વિવાદ બાદ ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનના દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. તેમ છતાં 1 જુલાઈ 2019 માં માર્જિન વધારવા માટે નિર્ણય કરવામાં આવ્યો હતો. પરંતુ ઓઇલ કંપની દ્વારા તેના પછી માર્જિન વધારવામાં આવ્યુ નથી. તેના લીધે વિવાદ ઉભો થયો હતો.
આ બાબતમાં અવારનવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં કોઈ સમાધાન ન આવતા ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન દ્વારા રાજ્યના તમામ 1200 સીએનજી પંપ પર 17 ફેબ્રુઆરીના રોજ એટલે આજ બપોરના 1 થી 3 CNG ગેસનું વેચાણ બંધ રાખવામાં આવશે.
જ્યારે આ મામલામા અરવિંદભાઈ ઠક્કર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, સીએનજીનું ડીલર માર્જિન 1 જુલાઈ 2091 ના રોજ વધારવાનું નક્કી કરવામાં આવ્યું હતુ. તેને આજે 30 મહિના થઇ ગયા છતા ડીલર માર્જિનમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. તેમ છતાં અત્યારે 1.70 પૈસા માર્જિન મળે છે અને 2.50 પૈસા માર્જિન વધારવા માટેની માંગ કરવામાં આવેલ છે. પરંતુ ઓઇલ કંપનીને અનેક વખત રજુઆત કરવા આવી હોવા છતાં હજુ પણ તેના પર કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
તેની સાથે તેમને એ પણ કે, આ કારણોસર 17 ફેબ્રુઆરી 2022 ના ગુજરાતના 1200 સીએનજી પંપ પર બપોરના 1 થી 3 કલાક સુધી સીએનજીનું વેચાણ બંધ રાખવામાં આવશે. જ્યારે ફેડરેશન ઓફ ગુજરાત પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશન દ્વારા ચીમકી આપવામાં આવી છે કે, ગ્રાહકોને મુશ્કેલી પડશે તો તેની તમામ જવાબદારી ઓઈલ કંપનીની જ રહેશે.