BjpCongressGujaratPolitics

કોંગ્રેસે કહ્યું કે ગુજરાતમાં 5 દિવસની રજા જાહેર કરીને કડક નીયમો લાગુ કરવા જોઈએ, તો જ કોરોના અટકશે

ગુજરાતમાં કોરોના ના કેસ દરરોજ રેકોર્ડ તોડી રહ્યા છે. રાજ્યમાં ગઈકાલે કોરોનાકાળ ના સૌથી વધુ ૨૪૫૦૦ કેસ નોંધાયા હતા. રાજ્યમાં સૌથી વધુ કેસ અમદાવાદ અને સુરતમાં નોંધાઈ રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 13 કોરોના ના દર્દીઓનાં મોત થયાં છે.હવે કોંગ્રેસ પણ એક્ટીવ થઇ છે અને આજે ગુજરાતની ભાજપ સરકાર પર તેમણે આરોપો લગાવ્યા છે. કોંગ્રેસે કહ્યું કે સરકાર કોરોના ને લઈને ગંભીર નથી. દેશની સરકાર પણ ગંભીર નથી.

આ લહેરમાં મૃત્યુઆંક વધુ નથી પણ હવે વધી રહ્યો છે. સરકાર પાસે કોરોના ની ચેઈન તોડવાની તક છે. રાજ્યમાં પાંચ દિવસની રજા જાહેર કરીને કડક નિયમો લાગુ થાય તો કોરોના ની ચેઈન તોડી શકાય.કોંગ્રેસના નેતા સિદ્ધાર્થ પટેલે કહ્યું હતું કે હવે ત્રીજી લહેરની ચેઈન તોડવી પડે.સરકાર પાસે તક છે. શનિ-રવિ અને 26 જાન્યુઆરી છે તો પાંચ દિવસ રજા જાહેર કરીને કડક નિયમો લાગુ કરી દેવાય.

કોંગ્રેસ-પ્રમુખ જગદીશ ઠાકોરે પણ સરકાર પર ગંભીર આરોપો લગાવ્યા હતા. તેમણે કહ્યું કે બીજી લહેરમાં લાખો લોકો મર્યા છે અને સરકાર 10 હજાર લોકોનો આંકડો બતાવે છે.કોંગ્રેસે 3 લાખનો આંકડો આપ્યો હતો અને તાય્રે સુપ્રીમે સવાલો કર્યા પછી સહાય માટે 58 હજાર અરજી થઈ. 11 હજાર અરજી તો પ્રોસેસમાં છે અને ૧૫ હાજર પેન્ડીંગ છે.