CongressGujaratPolitics

ખેડા: ચૂંટણીઓના ભણકારા વચ્ચે કોંગ્રેસના પૂર્વ MLA દારૂની મહેફીલ માણતા ઝડપાયા, પોલીસે કરી અટકાયત

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની અત્યારથી જ તૈયારીઓ શરૂ થઇ ગઈ છે અને દરેક પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ પણ તેમના પક્ષને જીતાડવા માટે પ્રયાસો શરૂ કરી દીધા છે. જો કે આ બધા વચ્ચે નેતાઓ હોય કોઈ પાર્ટીઓના અન્ય લોકો ખાનગીઓમાં દારૂની મહેફીલ માણતા હોય છે, આના આવા અનેક વખત ભાજપ હોય કે કોંગ્રેસના નેતાઓના દારૂની મહેફીલ માણતા વિડીયો પણ સામે આવી ચુક્યા છે. ત્યારે આજે કોંગ્રેસના પૂર્વ MLA દારૂની મહેફીલ માણતા ઝડપાયા છે.

જો કે ખેડામાં દારૂની મહેફિલ પર પોલીસે દરોડા પાડ્યા હતા. આ દરમિયાન ખેડામાં મહેમદાવાદના કોંગ્રેસના પૂર્વ MLA ગૌતમ ચૌહાણ દારૂની પાર્ટી કરતા ઝડપાયા છે. જેમની હાલમાં ખેડા પોલીસે અટકાયત કરી લીધી છે અને તેમની સાથે અન્ય સાત લોકોની પણ પોલીસે અટકાયત કરી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જે ખેડાના કટકપુર ભાટિયા લાટમાં આ દારૂની મહેફિલ ચાલી રહી હતી અને તેની સૂચના પોલીસને મળતા જ પોલીસે દરોડા પાડ્યા હતા. અને પોલીસે તેમને રંગેહાથે ઝડપી પાડ્યા હતા. હાલમાં આ આરોપીઓને ખેડા ટાઉન પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા છે.

ખેડા પોલીસે અન્ય 7 આરોપીઓની અટકાયત કરેલ: જેમાં ડૉ. નૈષધ ભાનુપ્રસાદ ભટ્ટ,મનીષભાઇ જગદીશભાઇ પટેલ,કેયુરભાઇ નાગેશભાઇ પટેલ,દિલીપભાઈ નટવરભાઇ શાહ ,અરવિદભાઇ બુધાભાઇ ચૌહાણ, ફતેસિંહ રાવજીભાઇ ગોહેલ,બાબુભાઇ રમણભાઇ ગોહેલ નો સમાવેશ થાય છે.

મહેમદાવાદના જાણીતા ડોકટર ડૉ. નૈષધ ભાનુપ્રસાદ ભટ્ટ પણ આ દારૂની મહેફીલમાં હાજર જોવા મળ્યા હતા. તેમને પણ ખેડા ટાઉન પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યા છે. હાલ આ આઠ તમામ આરોપીઓને મેડિકલ ટેસ્ટ માટે ખેડા જનરલ હોસ્પિલમાં લઈ જવામાં આવ્યા છે.

આ સમગ્ર મામલે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણને મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે, ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં ચૂંટણી યોજાવાની હોવાથી માટે તેઓ અહીં તેમના કાર્યકરોને મળવા માટે આવ્યા હતા અને આ દરમિયાન પોલીસ દ્વારા તેમની અટકાયત કરી લેવામાં આવી છે. જે મારી સાથે રાજકીય અને બદનામ કરવાનું કાવતરું કરવામાં આવી રહ્યું છે, અને મને રાજકારણનો ભોગ બનાવવામાં આવી રહ્યો છે. મેં કોઈ દારૂ પીધો નથી. અને પોલીસ અત્યારે હાલ મારા મેડિકલ ટેસ્ટ કરાવી શકે છે.