Gujarat

ગુજરાતમાં આજે નોંધાયા રેકોર્ડ કેસ, ગુજરાતમાં આજે 20 હજારથી ઉપર કેસ નોંધાયા, મોતના આંકડા પણ વધ્યા

ગુજરાતમાં કોરોના વાયરસે હાહાકાર સર્જ્યો છે. રાજ્યમાં તહેવાર બાદ છેલ્લા ૨૪ કલાકમાં રેકોર્ડ કેસ નોંધાયા છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૨૦ હજારથી વધુ કેસ નોંધાયા છે. ગુજરાતમાં આજે ૨૦,૯૬૬ કેસ સામે આવ્યા છે. તેની સાથે ૧૨ દર્દીઓના કોરોનાની સારવાર દરમિયાન મોત થયા છે. તેમ છતાં એક વાત સારી પણ છે કે આજે કોરોનાની સારવાર દરમિયાન ૯૮૨૮ દર્દીઓ સાજા પણ થયા છે.

તેની સાથે ગુજરાતના ચાર મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં રેકોર્ડ કેસ વધી રહ્યા છે. આ ચારેય શહેરોમાં કોરોનાના કેસ ચાર આંકડામાં સામે આવી રહ્યા છે. તેના લીધે ગુજરાતમાં સતત ચિંતાનો માહોલ ઉભો કરનાર છે. કેમ કે ગુજરાતની ત્રીજી લહેર જાણે ભયજનક બની રહી છે તેવું જોવા મળી રહ્યું છે.

ગુજરાતમાં એક્ટિવ કેસની વાત કરીએ તો એક્ટિવ કેસની સંખ્યા લાખની નજીક પહોંચી ગયા છે. ગુજરાતમાં હાલ 90,726 એક્ટિવ કેસ રહેલા છે. જેમાં 125 દર્દીઓ વેન્ટિલેટર પર રહેલા છે. જ્યારે કોરોનાથી સાજા થવાનો આંકડો 8,76,166 પહોંચ્યો છે. રિકવરી રેટમાં ઘટાડો થયો છે તે 89.67 ટકા પહોંચ્યો છે. જ્યારે આજે 12 દર્દીઓના મોત સાથે કુલ મૃત્યુઆંક 10,186 પર પહોંચ્યો છે.

તેની સાથે ગુજરાતમાં વેક્સીનેશન કામ પણ જોરશોરથી ચાલી રહ્યું છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 2,02,592 લોકો દ્વારા વેક્સિન લેવામાં આવી છે. જ્યારે રાજ્યમાં વેક્સીન લેવાનો આંકડો 9,55,82,092 પહોંચ્યો છે. આ સિવાય પ્રિકોશન ડોઝ પણ ગુજરાતમાં આપવામાં આવી રહ્યા છે. તેની સંખ્યા 7,15,565 પર પહોંચી ગઈ છે.

જ્યારે અમદાવાદ કોર્પોરેશનમાં 8391 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 3832 દર્દીઓ સારવાર દરમિયાન સાજા થયા છે. સુરત કોર્પોરેશનમાં 3318 કેસ નોંધાયા છે અને 1990 લોકો સારવાર દરમિયાન સાજા થયા છે. વડોદરા કોર્પોરેશનમાં 1998 અને રાજકોટ કોર્પોરેશનમાં 1259 કેસ નોંધાયા છે. તેની સાથે અમદાવાદમાં છ, વલસાડ-સાબરકાંઠામાં બે-બે અને સુરત કોર્પોરેશન તથા ભરૂચમાં એક-એક દર્દીના મોત નીપજ્યા છે.

આ સિવાય સુરત જિલ્લામાં 656, ભાવનગર કોર્પોરેશનમાં 526, ગાંધીનગર કોર્પોરેશનમાં 446, વલસાડમાં 378, ભરૂચમાં 302, નવસારીમાં 278, મોરબીમાં 265, મહેસાણામાં 258, જામનગર કોર્પોરેશનમાં 255, વડોદરા જિલ્લામાં 254, આણંદમાં 247, બનાસકાંઠામાં 240, કચ્છમાં 194, ગાંધીનગરમાં 178, ખેડામાં 168, પાટણમાં 151, સુરેન્દ્રનગરમાં 146, અમદાવાદ જિલ્લામાં 138 તથા રાજકોટ જિલ્લામાં 127 કેસ સામે આવ્યા છે.