રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરની વિદાઈ, કેસમાં ઘટાડાની સાથે સાજા થવાનો આંકડો થયો ડબલ
ગુજરાતમાં અંતે કોરોનાની ત્રીજી લહેર સમાપ્ત થવાના આરે આવી ગઈ છે. કેમ કે ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. તે એક રાહતની વાત છે. એવામાં ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસ 10૦૦ થી નીચે કેસ આવી ગયા છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 884 નવા કેસ સામે આવ્યા છે. તેની સાથે સાજા થવાનો આંકડો પણ સારો રહ્યો છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 2688 દર્દીઓ સાજા પણ થયા છે. જ્યારે તેની સાથે છેલ્લા 24 કલાકમાં 13 લોકોના મોત નીપજ્યા છે.
તેની સાથે રાજ્યમાં કોરોનાના કેસમાં ઘટવાની સાથે એક્ટીવ કેસમાં પણ ઘટાડો થયો છે. રાજ્યમાં એક્ટીવ કેસનો આંકડો 9378 પહોંચ્યો છે જેમાં 70 દર્દીઓ વેન્ટિલેટર પર રહેલા છે. તેની સાથે કોરોનાથી સાજા થવાનો આંકડો 11,97,983 પહોંચ્યો છે. આ સિવાય મોતનો આંકડો 10,851 પહોંચ્યો છે. જ્યારે રાજ્યમાં રિકવરી રેટ સુધારો થતા 98.34 ટકા પહોંચી ગયો છે.
જ્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 13 મોત નીપજ્યા છે. જેમાં વડોદરા કોર્પોરેશનમાં પાંચ, અમદાવાદ કોર્પોરેશનમાં ત્રણ, સુરતમાં બે અને વડોદરા, તાપી અને જામનગર કોર્પોરેશનમાં એક-એક દર્દીનું મોત નીપજ્યું છે. તેની સાથે રાજ્યમાં વેક્સીનેશનનું કામ પણ જોરશોરથી ચાલી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1,68,132 લોકો દ્વારા વેક્સિન લેવામાં આવ્યા છે. આ સિવાય રાજ્યમાં વેક્સીનેશનનો આંકડો 15,63,087 પહોંચ્યો છે.