healthIndiaNews

જો તમે પણ કોરોનાની સારવાર માટે આ દવા લઇ રહ્યા છો, તો સરકારે આપી આ ચેતવણી

હાલમાં દેશમાં કોરોના મહામારી ફરી એકવાર તેનું સ્વરૂપ ધારણ કર્યું છે, જેના કારણે કોરોના સંક્રમણના કેસમાં સતત વધારો નોંધાય રહ્યો છે. જે એક ચિંતાનો વિષય બનીને સામે આવી રહ્યો છે. દેશમાં કોરોના કેસ વધતા ઘણા રાજ્યોએ ગાઇડલાઇન જાહેર કરી છે અને ઘણા રાજ્યમાં કર્ફ્યુ પણ લાગુ કરી દેવામાં આવ્યું છે, ત્યારે આ સાથે સાથે વધુમાં વધુ લોકોને આ કોરોના સંક્રમણથી બચાવી શકાય તે માટે લોકોને કોરોના વેક્સિન આપવામાં આવી રહી છે. ત્યારે હવે કોરોનાની સારવાર માટે વપરાતી દવાઓની ચર્ચાએ હાલમાં જોર પકડ્યું છે. જેમાં એન્ટિ-વાયરલ દવા મોલનુપીરાવીર (Molnupiravir) ને કોરોનાની સારવાર માટે રામબાણ દવા માનવામાં આવી રહી છે, ત્યારે સરકારે લોકોને આ દવાના વપરાશને લઈને સાવચેત કરવામાં આવ્યા છે.

કોરોનાની એન્ટિ-વાયરલ દવા મોલનુપીરાવીર (Molnupiravir) અંગે ICMRએ સ્પષ્ટતા કરી છે કે હાલમાં આ દવાને કોરોનાવાયરસની સારવાર માટેના ક્લિનિકલ પ્રોટોકોલમાં જોડવામાં આવશે. ત્યારે લોકોએ આ દવા લેવાથી સાવચેત રહેવું જોઈએ. જો કે આ દવા અંગે ICMR દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આ દવા યુવાન લોકો, અપરિણીત મહિલાઓ અને ગર્ભવતી મહિલાઓમાં બાળકો પર જન્મવાની ક્ષમતા પર આડઅસર કરી શકે છે. આરોગ્ય મંત્રાલયના રસીઓ માટેના ટેકનિકલ સલાહકાર જૂથના વડા ડૉ. એનકે અરોરાએ પણ આ દવાનો ઉપયોગ ન કરવાની લોકોએ સલાહ આપી છે.

જો કે આ દવાનું સંપૂર્ણં સંશોધન ન થઇ જાય ત્યાં સુધી લોકોએ આ દવા સારવારના ભાગરૂપે ન લેવી જોઈએ. આ દવા ખાસ કરીને કોરોનાના હળવા લક્ષણો જોવા મળતા દર્દીઓ અને જે લોકો હોમ આઇસોલેશન થયા છે તેમને આ દવા ન લેવી જોઇએ.

ભારતના ડ્રગ કંટ્રોલર દ્વારા કોરોનાના ગંભીર કેસો દરમિયાન 60 વર્ષથી ઉપરના વૃદ્ધોને આપવા માટે મંજૂરી આપવામાં આવી છે, આ દવાનો ફાયદો 60 વર્ષથી ઉપર ના લોકોમાં જોવા મળી રહ્યો છે. ત્યારે હવે ઘણા ડોકટરો દર્દી યુવાનોને પણ આપવા લાગ્યા છે. ત્યારે જ્યાં સુધી આ દવાની સંપૂર્ણં સ્ટડી ન થઇ જાય ત્યારે સરકારી નિષ્ણાતોએ આવા લોકોને દવા ન લેવા માટે સલાહ આપવામાં આવી રહી છે. ત્યારે લોકોએ આ દવાના ઉપયોગથી ખાસ સાવચેત રહેવું જોઈએ નહીંતર આગળ જતા તેના ગંભીર પરિણામો પણ આવી શકે છે. ભારતની 13 કંપનીઓએ આ કોરોનાની એન્ટિ-વાયરલ દવા મોલનુપીરાવીર (Molnupiravir) દવા બનાવવાની તૈયારી કરી લીધી છે.