Gujarathealth

રાજ્યમાં કોરોનાના વળતા પાણી, એક જ દિવસમાં કેસમાં જોવા મળ્યો તોતિંગ ઘટાડો

ગુજરાતમાં છેલ્લા થોડા દિવસોથી સતત કોરોના કહેર જોવા મળી રહ્યો હતો પરંતુ હવે કોરોનાના વળતા પાણી શરૂ થઈ ગયા છે. કેમ કે ગુજરાતમાં સતત કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 12 હજારથી ઓછા કેસ સામે આવ્યા છે. તેનાથી એક વાત સ્પષ્ટ છે કે, ગુજરાતમાં કોરોનાનો કહેર હવે ધીરે-ધીરે ઓછો થઈ રહ્યો છે.

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 11,974 કેસ સામે આવ્યા છે. જ્યારે રાહત પહોંચાડનાર સમાચાર પણ સામે આવ્યા છે. આજે કોરોનાની સારવાર દરમિયાન 21665 દર્દી સાજા થયા છે. તેની સાથે કોરોનાથી સાજા થવાનો આંકડો 10,36,156 પહોંચ્યો છે. આ સિવાય રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરવામાં આવે તો રાજ્યમાં 98021 એક્ટિવ કેસ રહેલા છે. જેમાં 285 દર્દીઓ વેન્ટિલેટર પર રહેલા છે અને 97736 દર્દીઓ સ્ટેબલ રહેલા છે. આ સિવાય અત્યાર સુધી કોરોનાના કારણે મોત થયાનો આંકડો 10408 પહોંચ્યો છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 33 દર્દીઓના મોત થયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 7, વડોદરા કોર્પોરેશનમાં 3, રાજકોટ કોર્પોરેશનમાં 3, સુરત કોર્પોરેશન 2, સુરત 3, રાજકોટ 2, ભાવનગર કોર્પોરેશન 4, આણંદ 2, વલસાડ 2, ખેડા 1, જામનગર 1, અમદાવાદ 1, ભાવનગર 1 અને બોટાદમાં 1 દર્દીનું મોત નીપજ્યું છે.

જ્યારે રાજ્યના બીજા શહેરો અને જિલ્લાની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં 3990, વડોદરા શહેરમાં 1816, રાજકોટ શહેરમાં 716, સુરત શહેરમાં 511, વડોદરા જિલ્લામાં 441, સુરત જિલ્લામાં 368, ગાંધીનગર શહેરમાં 326, મહેસાણામાં 313, પાટણમાં 280, રાજકોટમાં 266, કચ્છમાં 263, જામનગર શહેરમાં 214, ભરૂચમાં 207, ભાવનગર શહેરમાં 203, બનાસકાંઠામાં 191, ગાંધીનગરમાં 161, આણંદમાં 151, વલસાડમાં 151, ખેડામાં 140, મોરબીમાં 121, સાબરકાંઠામાં 121, નવસારીમાં 116, સુરેન્દ્રનગરમાં 91, જામનગરમાં 88, અમદાવાદ જિલ્લામાં 76, પંચમહાલમાં 75, તાપીમાં 53, મહીસાગરમાં 40, દાહોદ-જૂનાગઢ જિલ્લામાં 39-39, જૂનાગઢ શહેરમાં 33, અમરેલી-ગીર સોમનાથમાં 31-31, ભાવનગરમાં 27, નર્મદામાં 24, દેવભૂમિ દ્વારકામાં 22, છોટાઉદેપુરમાં 16, અરવલ્લીમાં 185, ડાંગમાં 12, બોટાદમાં 10, પોરબંદરમાં 6 કેસ સામે આવ્યા છે.