Gujarat

જો તમે લગ્નનો પ્લાનિંગ કરી રહ્યા છો તો આ સમાચાર જરૂર વાંચો, સરકારે લગ્નને લઈને લીધો મોટો નિર્ણય

ગુજરાતમાં કોરોનાના કહેરની વચ્ચે ઓમીક્રોનનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં 7 હજારથી વધુ કેસ નોંધાયા છે. જેના કારણે સતત રાજ્ય સરકારની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. જ્યારે આજે કોરોનાના કેસ વધતા સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે લગ્ન સમારંભોમાં મુશ્કેલી ઉભી કરી શકે તે સમાન છે.

રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં 8 મહાનગરો અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જુનાગઢ અને ગાંધીનગર શહેર સિવાય આણંદ અને નડિયાદ જિલ્લામાં રાત્રી કર્ફ્યૂ નિયંત્રણો યથાવત રખાયા છે. પરંતુ આ સિવાય સખ્ત પગલા ભરવામાં આવ્યા છે.
તેમ છતાં રાજ્ય સરકાર દ્વારા જાહેર કાર્યક્રમો, લગ્ન સમારંભો સહિતના કાર્યક્રમોમાં ભીડ એકથી કરવા પર કેટલાક નિયંત્રણ લગાવવામાં આવ્યા છે. આ નિયંત્રણ મુજબ સમગ્ર રાજ્યમાં તમામ રાજકીય, સામાજિક, શૈક્ષણીક, ધાર્મિક કાર્યક્રમો અને ધાર્મિક સ્થળો પર હવે 150 થી વધુ લોકો રહી શકશે નહીં.

તેમ છતાં જો કોઇ બંધ જગ્યા હોય તો તે સ્થળ પર ૫૦ ટકાની ક્ષમતા સાથે લોકો રહી શકશે. તેનો અર્થ એ છે કે, જો હોલની ક્ષમતા 1000 લોકો રહેલી તો પણ માત્ર 150 લોકો જ તે સ્થળ પર રહી શકશે. નોંધનીય છે કે, આ સિવાય DIGITAL ગુજરાત પોર્ટલ પર લગ્નને લઈને નોંધણી કરાવવાની પડશે. કેમકે અત્યાર સુધી લગ્ન સમારોહમાં 400 લોકોને હાજરી આપવાની પરવાનગી હતી. પરંતુ હવે તેમાં ફેરફાર કરતા ૧૫૦ લોકોને હાજરી આપવાની પરવાનગી આપવામાં આવી છે. જેના કારણે હવે તમે જો લગ્ન માટે આયોજન કરી રહ્યા છો તો તમે આ સમાચાર જરૂર વાંચો કેમકે સરકાર દ્વારા કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે.