દુનિયા માટે ખરાબ સમાચાર: ઓમીક્રોન બાદ સામે આવ્યો વધુ એક નવો વેરિયંટ ‘IHU’, ઓમીક્રોનથી પણ છે વધુ ખતરનાક
સમગ્ર દુનિયામાં છેલ્લા દોઢ વર્ષથી કોરોનાનું સંકટ મંડરાઈ રહ્યું છે. કોરોના મહામારીને કારણે સેંકડો લોકોનો જીવ પણ ગયો છે. જે હજુ પણ ખતરો બની રહ્યો છે. જે કોરોના ના એક બાદ એક નવા વેરિયંટ સામે આવી રહ્યા છે, જે હવે દુનિયામાં ઓમીક્રોન બાદ વધુ એક નવો વેરિયંટ સામે આવ્યો છે. જે ઓમિક્રોનથી પણ વધારે સંક્રામક છે. આ વેરિયંટ IHU મેડિટેરેન્સ ઈન્ફેક્શનના એક્સપર્ટ્સે શોધ્યો છે.
આ નવા વેરિયંટનું નામ IHU છે. જે B.1.640.2 વેરિયંટ છે. આ IHU નામનો નવો વેરિયંટ ફ્રાન્સમાં વૈજ્ઞાનિકોને મળી આવ્યો છે. સંશોધકોએ જણાવ્યું કે આ વેરિયન્ટમાં 46 મ્યુટેશન છે જે ઓમિક્રોન કરતા પણ વધારે છે. કોવિડ-19ના વેરીયન્ટ ઓમીક્રોનનો 24 નવેમ્બરે દક્ષિણ આફ્રિકામાં આ વેરીયન્ટનો સૌથી પહેલો કેસ મળી આવ્યો હતો. પરંતુ હવે ઓમીક્રોન-કેસોમાં ધીરે ધીરે ઘટાડો નોંધાય રહ્યો છે ત્યારે હવે નોંધાયો છે. પરંતુ IHU નામનો નવો વેરિયંટ ફ્રાન્સમાં વૈજ્ઞાનિકોને મળી આવ્યો છે.
જો કે IHU B.1.640.2 વેરિયન્ટ હજુ બીજા અન્ય કોઈ દેશમાંથી સામે આવ્યો નથી. બ્રિટનના એક વરિષ્ઠ કેબિનેટ મંત્રીએ કહ્યું કે કોરોના વાયરસના નવા વેરિયન્ટ ઓમીક્રોનની પેટર્ન ડેલ્ટા જેટલો વધારે ખતરનાક નથી. જે ઓમીક્રોન સામેની ચોક્કસ દવા જ શોધાઈ શકી નથી. ત્યારે હવે નવો વેરિયંટ સામે આવતા દુનિયાના વૈજ્ઞાનિકો માટે ચિંતાનો વિષય બની રહ્યો છે. જયારે હાલમાં બ્રિટનમાં ઓમિક્રોનની સ્પીડ ઘટી રહી હોવાના સંકેત પણ મળી રહ્યા છે.
બ્રિટનમાં જ નહિ દુનિયાના અન્ય દેશોમાં પણ કોરાના ના આ નવા વેરિયંટનો ભય ફેલાયો છે. બ્રિટનમાં લાખો લોકો કોરોનાના નવા વેરિયંટ ઓમિક્રોન વેરિએન્ટથી અસુરક્ષિત રીતે જીવી રહ્યા છે ત્યારે હવે નવો વેરિયંટ સામે આવતા લોકોમાં ભય ઉભો થઇ રહ્યો છે.