);});
Gujarat

ગુજરાતમાં કોરોના ટાસ્ક ફોર્સે આપી મોટી ચેતવણી: ઓમીક્રોન ને સામાન્ય ફ્લુ માનતા નહી, તેની કોઈ જ દવા નથી

ગુજરાતમાં કોરોના ની ત્રોજી લહેરે હવે સુનામી નું રૂપ ધારણ કરી લીધું છે. રાજ્યમાં એક જ દિવસમાં ૧૭૦૦૦ થી વધુ કેસ નોંધાયા આરોગ્ય વિભાગ હરકતમાં આવી ગયું અને તાબડતોડ બેઠકો બોલાવી હતી. સરકારને કોવિડ ટાસ્કફોર્સ ની પણ યાદ આવી ગઈ અને બેઠક બોલાવી હતી.ટાસ્કફોર્સનાં સભ્યો ડૉ. વી. એન. શાહ, સુધીર શાહ, આર. કે. પટેલ, અમીબહેન પરીખ, તુષાર પટેલ, અતુલ પટેલ અને દિલીપ માવલંકર આ બેઠકમાં જોડાયા હતા.

ટાસ્ક ફોર્સના સભ્યોએ મોટી ચેતવણી આપી હતી કે કોરોના નું નવું વેરીએન્ટ ઓમિક્રોન ભલે હળવું માનતા હોય પરંતુ તેને હળવાશથી લેતા નહી. તસ્ક ફોર્સ ના સભ્ય એ કહ્યું કે અત્યારે 60થી 70 ટકા ઓમિક્રોનના કેસો છે. ડેલ્ટા વેરિયન્ટના કેસ પણ છે પણ ઓમિક્રોન ખુબ જ ઝડપથી ફેલાય છે. રસી ન લીધી હોય એ લોકો અને બાળકો ખાસ ધ્યાન રાખે. કેમ કે ઓમિક્રોન ની હાલમાં કોઈ જ દવા નથી. અગાઉની દવા પણ અસર કરતી નથી.

ટાસ્કસ્ક ફોર્સના સભ્યે એમ પણ કહ્યું કે ગયા વર્ષે ખુબ તકલીફ પડી હતી. આ રોગને ફેલાતો અટકાવવો જરૂરી જ છે. ઓમિક્રોન કોઈ ઇમ્યુનિટી થી ખતમ થતો નથી.ઓમિક્રોન નાક, ગળા અને શ્વાસનળીને અસર કરે છે અને ફેફસાંને ઓછું નુકસાન કરે છે. હાલમાં રસીકરણ વધુ થઇ ગયું છે એટલે પણ અસર ઓછી દેખાય છે. છતાં આ વાઇરસને ગંભીરતાથી લેવાની જરૂર છે.

તેમણે એમ પણ કહ્યું કે રસીકરણના કારણે હોસ્પીટલમાં દાખલ થનારની સંખ્યા ઘટી છે.પણ કોરોના વધુ ફેલાય નહીં એ માટે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ જરૂરી છે. બિનજરૂરી બહાર ના જાઓ, ભીડ ભેગી ન કરો, શરદી ખાંસી હોય તો ઘરમાં જ માસ્ક પહેરીને રહો. ઘરમાં વૃદ્ધ તેમજ અન્ય બીમારી થી પીડિત લોકો હોય તો તેમનાથી બને તેમ દુર રહેવું જોઈએ