દેશમાં કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યો હતો અને પરંતુ તેની સાથે એક સારી પણ બાબત રહી હતી. કોરોનાના કહેર વચ્ચે કોરોનાની વેક્સીન પણ લગાવવાની કામગીરી ચાલુ રખાઈ હતી. દેશમાં કોરોનાના કેસ વધ્યા પણ વેક્સીનની અસર જોવા મળી અને લોકો ઝડપથી સાજા પણ થયા છે. તેના લીધે લોકો વેક્સીન લેવાનું પણ શરુ કરી દીધું છે.
એવામાં આજે વેક્સીનને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સુત્રો મુજબ જાણકારી સામે આવી છે કે, DCGI દ્વારા Covishield અને Covaxin વેક્સીને કેટલીક શરતો સાથે વેંચવાની મંજૂરી આપી દેવામાં આવી છે. તેમ છતાં આ વેક્સીનને દુકાન પર મળશે નહીં. આ વેક્સીન તમારે પ્રાઇવેટ હોસ્પિટલ અને ક્લિનિક પર જઈને લેવી પડશે તો જ તમને આ વેક્સીન મળશે. તેની સાથે વેક્સીનની કિંમત પણ રાખવામાં આવી છે. વેક્સીનની કિંમત પ્રતિ ડોઝ 275 રૂપિયા રાખવામાં હોઈ શકે છે. તેની સાથે 150 સર્વિસ ચાર્જ ચૂકવવો પડશે.
જયારે કોવેક્સીનની કિંમત વાત કરીએ તો અત્યાર સુધી કોવેક્સીનની 1200 રૂપિયા પ્રતિ ડોઝ રહેલ છે. જ્યારે કોવિશીલ્ડના એક ડોઝની કિંમત ખાનગી હોસ્પિટલોમાં 780 રૂપિયા રાખવામાં આવેલ છે. કિંમતોમાં 150 રૂપિયાનો સર્વિસ ચાર્જનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે, સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર પ્રકાશ કુમાર સિંઘ દ્વારા 25 ઓક્ટોબરના ભારતના ડ્રગ કંટ્રોલર જનરલને એક અરજી કરવામાં આવી હતી. જેમાં જેમાં કોવિશિલ્ડ રસીને બજારમાં ઉતારવાની મંજૂરી માંગવામાં આવી હતી. એવામાં હવે કોવેક્સીન અને કોવીશિલ્ડને ગયા વર્ષે ત્રણ જાન્યુઆરીના રોજ ઈમરજન્સી ઉપયોગ માટે પરવાનગી આપવામાં આવી હતી.
25 ઓક્ટોબરના રોજ, SII ખાતે સરકાર અને નિયમનકારી બાબતોના ડિરેક્ટર પ્રકાશ કુમાર સિંઘે DCGIને એક અરજી સબમિટ કરીને બજારમાં નિયમિતપણે કોવિશિલ્ડ વેચવાની પરવાનગી માંગી હતી. ડીસીજીઆઈએ પુણે સ્થિત કંપની પાસેથી વધુ ડેટા અને દસ્તાવેજો માંગ્યા બાદ સિંઘે તાજેતરમાં વધુ ડેટા અને દસ્તાવેજો સબમિટ કર્યા હતા. તેમણે કહ્યું હતું કે કોવિડશિલ્ડ સાથે આટલા મોટા પાયે રસીકરણ અને કોરોના સંક્રમણની રોકથામ પોતે જ રસીની સલામતી અને અસરકારકતાનો પુરાવો છે.