ત્રણ યુવકને બાઈક રેસનો શોખ પડ્યો ભારે, રોડનો ટર્ન લેતા બે પિતરાઈ ભાઈઓએ ગુમાવ્યો જીવ
રાજ્યમાં રાત્રે હાઈવે પર બાઈક રેસ કરવાના પ્રમાણમાં સતત વધારો થઇ રહ્યો છે જે ખાસ કરીને યુવાન પુરુષોમાં આ પ્રકારની રેસ કરવામાં ઘણા બનાવો સામે આવતા રહે છે અને આ પ્રકારના બનાવો ભૂતકાળમાં પણ સામે આવી ચુક્યા છે ત્યારે આવી રેસમાં બાઈક સ્ટંટ કરીને હરીફાઈ કરવામાં આવે છે અને તેને જીતવા માટે ઘણા ખતરનાક સ્ટંટ કરે છે જેના કારણે તેમને ઘણીવાર તેમનો જીવ ઘુમાવવો પડે છે. જો કે ખાલી રસ્તા પર કરાતા બાઈક સ્ટંટ ક્યારે જીવલેણ બને છે તે તેમને ખબર પણ પડતી નથી. ત્યારે આજે પણ આવો જ વધુ એક બનાવ સામે આવ્યો છે.
ગઈકાલે રાજકોટ માંથી એક બાઈક રેસનો મામલો સામે આવ્યો છે જેમાં રાજકોટ જામનગર હાઈ વે પર ગઈકાલે રાત્રે બાઈક ડિવાઈડર સાથે પુરપાટ ઝડપે અથડાતા બે યુવકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. રાજકોટ જામનગર હાઈવે પર મોડી રાત્રે 12 વાગ્યાની આસપાસ અકસ્માત સર્જાયો હતો. આ રેસમાં ચારથી પાંચ બાઈક સવારોએ એકસાથે રેસ લગાવી હતી. અને આ રેસ દરમિયાન યુવકે રોડનો ટર્ન લેતા સમયે ટ્રિપલ સવારી ઍક્સેસનો અકસ્માત થયો હતો.
ત્યારે હાલમાં આ અકસ્માત પહેલાનો વીડિયો સોશિલ મીડિયામાં પર ઘણો વાયરલ થઇ રહ્યો છે. હાઈવે પરથી પસાર થઇ રહેલ એક જાગૃત નાગરિકે પોતાના મોબાઈલમાં આ બાઈક રેસનો વીડિયો કેદ કર્યો હતો. અને બાદમાં તેને આ વીડિયો પોલીસને સોંપ્યો હતો.આ રેસ દરમિયાન બાઈક પર ત્રણ યુવક સવાર હતા, જે અકસ્માત થતા ત્રણેય યુવકો રોડ પર પટકાયા હતા. જો કે આ અકસ્માત દરમિયાન બે યુવકોના ઘટના સ્થળે જ મોત થઇ ગયા હતા.
જયારે ત્રીજો યુવક ઘાયલ થતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જે હાલમાં મોત સામે લડી રહ્યો છે.આ અકસ્માતમાં વિશાલ મનોજભાઈ જાદવ અને પરેશ હકાભાઈ સાકરિયા નું મોત થયું છે. જો કે આ અકસ્માતમાં મોત થયેલ બંને યુવકો પિતરાઈ ભાઈ હોવાનું સામે આવ્યું છે.