કોરોનાના નવા ઓમીક્રોન વેરિયન્ટને લઈને આવ્યા સારા સમાચાર, WHO એ આપ્યા સારા સમાચાર
સમગ્ર વિશ્વમાં કોરોનાના કહેરની સાથે કોરોનાના નવા વેરીયન્ટ ઓમીક્રોને પણ હાહાકાર સર્જ્યો છે. જેના લીધે વિશ્વમાં ભયનો માહોલ સર્જાયેલો છે. તેમ છતાં હવે ભયની વચ્ચે એક સારા સમાચાર સામે આવ્યા છે. તે ઓમીક્રોનને લઈને છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન તરફથી કહેવામાં આવ્યું છે કે, આ વેરિઅન્ટ ડેલ્ટા ઓછો ખતરનાક છે પરંતુ તે ઝડપથી ફેલાઈ જાય છે. જ્યારે હવે આફ્રિકામાં ચોથી લહેર ધીમે-ધીમે સમાપ્ત થઈ રહી છે.
જ્યારે આફ્રિકામાં ચાલી રહેલી ઓમિક્રોન વેરિઅન્ટની ચોથી લહેર હવે ધીરે-ધીરે સમાપ્ત થઈ રહી છે. નોંધનીય છે કે, 11 જાન્યુઆરી રોજ આફ્રિકામાં 10.2 મિલિયન કોરોનાના કેસ નોંધાયા હતા. દક્ષિણ આફ્રિકામાં જ્યાં સૌથી વધુ લોકોનું સંક્રમણ વધ્યું હતું ત્યાં પણ એક અઠવાડિયાથી સંક્ર્મીતોની સંખ્યામાં ૧૪ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.
તેની સાથે દક્ષિણ આફ્રિકા જ્યાં ઓમીક્રોન વેરિઅન્ટ નો પ્રથમ કેસ સામે આવ્યો હતો ત્યાં પણ અઠવાડિયાના સંક્રમણમાં 9 ટકા ઘટાડો થયો છે. પૂર્વ અને મધ્ય આફ્રિકન વિસ્તારોમાં પણ ઘટાડો થયો છે. પરંતુ ઉત્તર અને પશ્ચિમ આફ્રિકાના પ્રદેશોમાં કેસોમાં વધારો થઈ રહ્યો છે, ઉત્તર આફ્રિકામાં ગત અઠવાડિયામાં 121 ટકા નો વધારો સામે આવ્યો હતો. તેને જોતા ત્યાં રસીકરણનું કામકાજ જોરશોરથી શરુ કરવામાં આવ્યું છે.
ઓમીક્રોનના કહેરને લઈને આફ્રિકામાં WHO ના પ્રાદેશિક નિર્દેશક ડો. માત્શિદિસો મોએતી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, પ્રારંભિક સંકેતોમાં દેશમાં ચોથી લહેર ઝડપી અને ટૂંકી રહી છે, પરંતુ તેમાં અસ્થિરતાનો અભાવ રહ્યો નથી. આફ્રિકામાં આ મહામારીથી લડવા માટે મહત્વના પગલા ભરવા જરૂરી છે કેમકે અહીંના લોકો કોરોનાની રસીનો અભાવ છે પરંતુ લોકો જલ્દીથી જલ્દી કોરોનાની વેક્સીન લઈને તે જરૂરી રહેલ છે.
આ મામલામાં WHO ના ડાયરેક્ટર ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયેસસ દ્વારા પણ તાજેતરમાં ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી કે આફ્રિકાની 85 ટકા થી વધુ વસ્તી અથવા લગભગ એક અબજ લોકોને હજુ સુધી કોરોનાની રસી લીધી નથી. તેમાં પણ સમગ્ર મહાદ્ધીપની વસ્તીમાંથી માત્ર 10 ટકા જ લોકોએ સંપૂર્ણ રસી લીધેલી છે. જેના લીધે કોરોનાનો ખતરો વાધરી રહ્યો છે માટે આફ્રિકામાં રસીકરણ જરૂરી છે.