દાહોદમાં ટ્રક અને પીકઅપ ગાડી વચ્ચે થયો ભયંકર અકસ્માત, બે મહિલાના મોત
દાહોદ જિલ્લામાંથી એક દર્દનાક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં એક ટ્રક અને પીકઅપ ગાડી વચ્ચે ભયંકર અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં બે મહિલાનું કરુણ મોત થયું છે. જ્યારે તેની સાથે સાત લોકો ઈજાગ્રસ્ત થયા હોવાનું પણ સામે આવ્યું છે. જ્યારે ટ્રક અને પીકઅપ ગાડી અકસ્માત સર્જાતા આજુબાજુમાં રહેનાર સ્થાનિક મદદે દોડી આવ્યા હતા.
તેમના દ્વારા ૧૦૮ અને પોલીસણે અકસ્માત લઈને જાણ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી શરુ કરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, આ અકસ્માત દાહોદના લીમખેડા માં થયો હતો. જેમાં જાણવા મળ્યું છે કે, એક ટ્રક દ્વારા પીકઅપ ગાડીને ભયંકર ટક્કર મારવામાં આવી હતી. ત્યારબાદ ટ્રક અને પીકઅપ ગાડી બંનેએ પલટી ખાઈ લીધી હતી. જ્યારે મંગળ મહુડી નજીક શાકભાજી ભરેલ એક પીકઅપ ગાડી ઊભી હતી. તે દરમિયાન ટ્રક દ્વારા જોરદાર ટક્કર મારવામાં આવી હતી.
જ્યારે ટ્રક ડ્રાઈવર ટક્કર મારીને ત્યાંથી નાસી ગયો હતો. પોલીસ દ્વારા ડ્રાઈવરની શોધ શરૂ કરવામાં આવી છે. તેની સાથે આ ટક્કર દરમિયાન ઈજાગ્રસ્ત થયેલા લોકોને સારવાર અર્થે નજીક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જયારે મૃતદેહને પોલીસ દ્વારા કબજો મેળવવાની સાથે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા. પોલીસ દ્વારા એ તપાસ શરુ કરવામાં આવી છે આ દુર્ઘટનામાં કોની ભૂલ હતી.