રાજ્યમાં દારૂ બંધી છતાં કરોડોના દારૂની રેલમછેલ, ગેરકાયદેસર બોટલો પર ફેરવાયું બુલડોઝર
કહેવાય છે કે ગાંધીના ગુજરાતમાં દારૂ બંધી છે અને ગુજરાત અને ગુજરાતના લોકો દારૂ મુકત છે. જો કે આની વાસ્તવિકતા એકદમ અલગ છે જેના અનેક પુરાવા આપણી સમક્ષ આવી ચુક્યા છે. ત્યારે હાલમાં જ વધુ એક મોટો દારૂનો જથ્થો પોલીસે પકડી પાડ્યો હોવાનું સામે આવ્યું છે. જે પોલીસે કોરોના દારૂ પકડી પાડ્યો છે. આ કરોડોના દારૂનો મુદ્દામાલ વડોદરા માંથી ઝડપી પાડવામાં આવ્યો છે. વડોદરા પોલીસે એક કરોડ રૂપિયાથી વધુની ગેરકાયદે દારુની બોટલ પકડી પાડી છે.
વડોદરા પોલીસે આ એક કરોડથી વધુની દારૂની બોટલો ને બુલ્ડોઝર ચલાવીને સમગ્ર મુદામાલને નષ્ટ કરી દેવામાં આવ્યો છે. આ કામ વડોદરા પોલીસનાં DCP કરનરાજ સિંહ વાઘેલા દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. આ દરમિયાન DCP કરનરાજ સિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, જિલ્લા કોર્ટથી મંજૂરી બાદ આજે અમે ગેરકાયદેસર દારુની 30,000થી વધુ બોટલ પર બુલ્ડોઝર ચલાવીને નષ્ટ કરી દેવામાં આવી છે. વડોદરા પોલીસે આ મામલે ચાર આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે.
જયારે ગુજરાત વિધાનસભાની પ્રશ્નોતરીમાં પણ રાજ્યમાં દારૂ પકડાયા વિશે સવાલ પૂછવામાં આવ્યા હતા જેમાં પૂછવામાં આવ્યું હતું કે રાજ્યનાં કયા શહેરમાંથી સૌથી વધુ દારુ પકડાય છે, ત્યારે તેના જવાબમાં જાણવવામાં આવ્યું હતું કે રાજ્યમાં દારૂ પકડાયાના મામલે પહેલાં નબંર પર સુરત, બીજા પર અમદાવાદ અને ત્રીજા નંબર પર વડોદરા શહેર આવે છે. જો કે હવે આટલી મોટી સંખ્યામાં દારુની બોટલો ગેરકાયદે ઝડપાતા હાલમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે.