India

JNU પહોચી અભિનેત્રી દીપિકા પાદુકોણ , હિંસાના વિરોધમાં પ્રદર્શનને આપ્યું સમર્થન

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટી (JNU) માં થયેલી હિંસા બાદ બોલિવૂડની દિગ્ગ્જ અભિનેત્રી દીપિકા પાદુકોણ જેએનયુના વિદ્યાર્થીઓના સમર્થનમાં યુનિવર્સિટી પહોંચી છે. મુંબઇના કાર્ટર રોડ પર બોલિવૂડના વિરોધ પછી દીપિકા પાદુકોણ દિલ્હીના જેએનયુ ગઈ હતી અને વિદ્યાર્થીઓને ટેકો આપ્યો હતો. આપણે જણાવી દઈએ કે દીપિકા તેની ફિલ્મ છાપકના પ્રમોશનના સંબંધમાં બે દિવસ દિલ્હીમાં હાજર હતી.

દીપિકાએ ત્યાં હાજર વિદ્યાર્થીઓને એમ પણ કહ્યું હતું કે તે કંઇ બોલવા માટે નથી આવી પરંતુ વિદ્યાર્થીઓ સાથેની હિંસા સામે વિરોધ નોંધાવવા માટે આવી છે. દીપિકા લગભગ 10 મિનિટ વિદ્યાર્થીઓ સાથે ઉભી રહી, ત્યારબાદ તે યુનિવર્સિટીમાંથી નીકળી ગઈ. તસ્વીરોમાં વિદ્યાર્થીઓ વચ્ચે દીપિકા પાદુકોણ જોઇ શકાય છે.

આ દરમિયાન દીપિકા ત્યાં શાંતિથી ઉભી હતી. કન્હૈયા કુમાર’ જય ભીમ અને આવાઝ દો હમ એક હૈ જેવા નારા લગાવતો હતો. દીપિકા થોડા સમય માટે જે.એન.યુ.ના કેમ્પસમાં આવી હતી અને તે ઇચ્છતી નહોતી કે વિદ્યાર્થીઓના વિરોધથી તે મુશ્કેલીમાં મુકાય. દીપિકા કંઈ બોલ્યા વિના કેમ્પસથી નીકળી ગઈ.અગાઉ દીપિકાએ દેશભરમાં વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શન અંગે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે મને એ જોઈને ગર્વ થાય છે કે આપણે અવાજ ઉઠાવતા ડરતા નથી. ભલે આપણે ગમે તે વિચારીએ, પણ મને લાગે છે કે આપણે દેશ અને તેના ભવિષ્ય વિશે વિચારી રહ્યા છીએ, તે સારી બાબત છે.

જેએનયુ કેમ્પસમાં તોડફોડ, હુમલો અને માસ્કવાળા ગુંડાઓ દ્વારા કરવામાં આવેલી હિંસાના કારણે દેશભરમાં વિરોધ પ્રદર્શિત થયો હતો. મુંબઇમાં પણ ઘણા લોકોએ આ ઘટના સામે ગેટ વે ઓફ ઇન્ડિય પર પ્રદર્શન કર્યા હતા. બોલિવૂડના ઘણા કલાકારોએ પણ આ ઘટનાનો સખત વિરોધ દર્શાવ્યો હતો અને દેશના વિદ્યાર્થીઓને સમર્થન આપ્યું હતું.