Gujarat
Trending

ગુજરાતમાં વધુ એક પરીક્ષા રદ્દ: દરેક ભરતીમાં ઉમેદવારોની મહેનતની મજાક ?

રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી સરકારી પરીક્ષાઓ રદ્દ થવાનું સામે આવ્ય્યું છે. હજુ તાજેતરમાં બિનસચિવાલય પરીક્ષાનો મુદ્દો ઉકેલાયો નથી ત્યાં વધુ એક ભરતી પરીક્ષા રદ કરવામાં આવી છે. સરકારી વીજ કંપની PGVCl, DGVCl, MGVCL માટે 150 એન્જિનિયરો અને 700થી વધુ કલાર્કની પરીક્ષા યોજવાની હતી જે રદ્દ કરવામાં આવી છે.

આ પરીક્ષા રદ્દ કરવા માટે કોઈ કારણ આપવામાં આવ્યું નથી.ઉમેદવારોને મોબાઈલ પર માત્ર એક મેસેજ આપીને ભરતી રદ કરવામાં આવી છે.ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.માહિતી મુજબ પરીક્ષા માટે નવી નોટિફિકેશન બહાર પાડવામાં આવશે.આ પરીક્ષા માટે ના ફોર્મ 2018નાં જુલાઇ મહિનામાં ભરાયા હતા જેના માટે ઉમેદવારો પાસેથી 500-500 રૂપિયા લેવાયા હતા.

ભરતી રદ કર્યાના મેસેજમાં જણાવવામાં આવ્યું છે કે પરીક્ષા ફોર્મ માટે જે ફી ભરી હતી તે રિફંડ આપવામાં આવશે. આ અંગેની વધુ માહિતી માટે www.dgvcl.com વેબસાઈટ પર મળી રહેશે.રાજ્ય સરકાર દ્વારા આ ભરતી માટેની લાયકાત નક્કી કરવામાં આવી હતી તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે એટલે પરીક્ષા રદ્દ કરવામાં આવી તેવું માનવામાં આવી રહયું છે. પણ સવાલ એ છે કે સરકાર આયોજન વગર જ કેમ ભરતી પ્રક્રિયા શરુ કરી દે છે.ઉમેદવારો 2-2 વર્ષથી પરિકશાહની તૈયારી કરતા હોય અને અંતે ભરતી રદ્દ થયાનો મેસેજ આવે..!