ધંધુકા ફાયરિંગની ઘટનામાં માલધારી સમાજના યુવક કિશન બોળીયા હત્યાના કેસમાં પોલીસ દ્વારા સતત તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ હત્યાના કેસમાં સતત અવનવી જાણકારી સામે આવી રહી છે. એવામાં તાજેતરમાં સમાચાર સામે આવ્યા હતા કે, આ કેસના મામલામાં દિલ્હીથી કમરગની ઉસ્માનીની અટકાયત કરવામાં આવી છે. હવે તેને લઈને સમાચાર સામે આવી રહ્યા છે તેને ગુજરાતના અમદાવાદ શહેરમાં લાવવામાં આવ્યો છે.
જ્યારે આ કેસમાં અત્યાર સુધી શબ્બીર, ઇમ્તિયાઝ તથા બે મૌલવી કમર ગની ઉસ્માની અને ઐયુબ જાવરવાલા તથા અજીમ સમા, વસીમ બચા મળીને કુલ 6 લોકોની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે. અને સતત આ કેસમાં ગુજરાત પોલીસ દ્વારા સખ્ત કામગીરી કરવામાં આવી રહી છે.મૌલાના કમર ગનીની વાત કરવામાં આવે તો તેની ધરપકડ યુવક કિશન બોળીયા હત્યાના કેસમાં કરવામાં આવેલ છે. જ્યારે આ કેસમાં પાકિસ્તાનના 3 થી 4 સંગઠનના પણ નામ સામે આવ્યા છે. મૌલવીની ધરપકડ બાદ હવે ખબર પડી જશે હત્યાનો પ્લાન ક્યાંથી ઘડવામાં આવ્યો હતો.
મૌલવી કમરગની ઉસ્માનીની વાત કરવામાં આવે તો તે કમરગની તહેરીક-એ-ફરોગ-ઇસ્લામી નામનું સંગઠનના સ્થાપક રહેલા છે. જ્યારે ત્રિપુરામાં નવેમ્બરમાં થયેલા રમખાણોમાં પણ આ મૌલાનાનું નામ સામે આવ્યું હતું જેના લીધે તેને 21 દિવસ જેલમા રહેવાનો વારો પણ આવ્યો હતો. આ મૌલાના પોતાના ભડકાવ ભાષણ માટે જાણીતો છે. તે ધર્મના નામે યુવાનોને ઉશ્કેરવાનું કામ કરે છે. જ્યારે હજુ પણ આ તપાસમાં અનેક લોકોના નામ સામે આવી શકે છે.
એ બાબતમાં પોલીસ દ્વારા સતત તપાસ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે, ગઈ કાલે પોલીસને સર મુબારક ની દરગાહ પાછળથી એક પિસ્તોલ મળી હોવાની જાણકારી સામે આવી હતી. જ્યારે પોલીસ દ્વારા આ ઘટનામાં ઉપયોગ થયેલ હથિયાર અને બાઈક જપ્ત કરવાની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરગાહની પાછળ રહેલા ખુલ્લા મેદાનમાં પિસ્તોલ મળી આવી હતી.
તેની સાથે આ ઘટના કનેક્શન પાકિસ્તાન સાથે જોડાઈ ગયા છે. પાકિસ્તાનમાં તહેરિક-એ-નમુસે-રીસાલત નામના સંગઠન દ્વારા હત્યા ની જવાબદારી લેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જ્યારે તહેરિક-એ-નમુસે-રીસાલત નામના સંગઠન નો સંબંધ પાકિસ્તાનની રાજકીય પાર્ટી સાથે હોવાનું જાણવા મળ્યું છે. તહેરિક-એ-લબ્બેકનો નેતા ખાદીમ રિઝવી છે. તેની સાથે તે પણ જાણવા મળ્યું છે કે, ખાદીમ રિઝવી રાજકીય હત્યાઓ કરાવવાના અજેન્ડા પર કામ કરે છે.
જ્યારે ધંધુકાના યુવકની હત્યા કરવા માટે મોટું કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ ઘટનામાં એ પણ જાણવા મળ્યું છે કે, આરોપીઓ દ્વારા પાકિસ્તાન સંગઠન પર ભડકાઉ ભાષણો સાંભળ્યા બાદ અમદાવાદ અને મુંબઈના મૌલાનાઓની વચ્ચે તેની હત્યાના સંદર્ભમાં હત્યા કરવાનો પ્લાન ઘડવામાં આવ્યો હતો. જ્યારે હવે આ મામલામાં ATS દ્વારા આરોપીઓના પાકિસ્તાન કનેક્શન શોધવા માટે અલગ ટીમ બનાવવામાં આવી છે.