કિશન ભરવાડ કેસ અપડેટ: ગુજરાત ATS ની ટીમ આરોપી સામે ભરશે આ પગલા..
ધંધુકા ફાયરિંગની ઘટનામાં માલધારી સમાજના યુવક કિશન બોળીયા હત્યાના કેસમાં પોલીસ દ્વારા સતત તપાસ કરવામાં આવી રહી છે. આ હત્યાના કેસમાં સતત મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે. જ્યારે આ કેસની વાત કરવામાં આવે તેમાં અત્યાર સુધી સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે એવામાં આજે આ બાબતમાં એક માહિતી સામે આવી છે. ધંધુકાના કિશન ભરવાડ હત્યા કેસમાં ATS ની ટીમ દ્વારા મુખ્ય આરોપી શબ્બીર ચોપડા અને ઈમ્તિયાઝ પઠાણને ધંધુકા લઈ જઈને સમગ્ર ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરવામાં આવશે.
પ્રાપ્ત માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, ગુજરાત ATS ની ટીમ દ્વારા બે મુખ્ય આરોપી શબ્બીર અને ઈમ્તિયાઝને સાથે રાખીને સમગ્ર ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કરવામાં આવશે. જ્યારે આ ઘટનાની વાત કરીએ તો કિશન ભરવાડ પર બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું જેમાં તેનું મોત થઈ ગયું હતું. જ્યારે આરોપીઓ તેને ગોળી મારી ફરાર થઈ ગયા હતા. તે બાબતમાં ATS દ્વારા રી-ક્ન્સ્ટ્રક્શન કરવામાં આવશે. આ મામલામાં મૌલાના અય્યુબ અને મૌલાના કમર ગની ઉસ્માની નું નામ પણ સામે આવ્યું હતું તેમને પણ આ હત્યામાં ભાગ ભજવ્યો હતો. જેના લીધે તેમનુ પણ ATS દ્વારા સમગ્ર મામલે રી-કન્સ્ટ્રક્શન કરવામાં આવશે.
આ અગાઉ જાણકારી સામે આવી હતી કે, મૌલાના ઐયુબ દ્વારા તહેરિક-એ-ઈસ્લામ સંસ્થા ચલાવવામાં આવે છે જેમાં જોડાયેલ યુવાનોને જેહાદી પ્રવૃતિ માટે ઉપયોગ કરવામાં આવતો હતો. જ્યારે તહેરિક ફરોઘ-એ-ઈસ્લામ સંસ્થામાં જોડાવવા માટે 365 રૂપિયા આપી અને ભરતી કરવામાં આવતી હતી. નોંધનીય છે કે, મંગળવારના રોજ પોલીસને શંકાસ્પદ સાહિત્ય મળી આવ્યું હતું જેમાં સમગ્ર બાબતનો ખુલાસો થયો છે.
મૌલાના ઐયુબ દ્વારા એક પુસ્તકને લખવામાં આવ્યું હતું જેમાં માત્ર જેહાદી પ્રવૃત્તિ વિશે જ જણાવવામાં આવી રહ્યું હતું. આ પુસ્તકની નામ મૌલાના ઐયુબ દ્વારા ‘જસ્બે શહાદત’ રાખવામાં આવ્યું હતું. તેને ડિસેમ્બરમાં લોન્ચ કરવામાં આવી હતી. આ પુસ્તકને એટીએસ દ્વારા જપ્ત કરી લેવામાં આવ્યું છે. જ્યારે આ પુસ્તકમાં ભડકાઉ લખાણ જ સિવાય બીજું કંઈપણ નહોતું. જેના લીધે મૌલનાની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે.
અમદાવાદમાં તહેરિકે ફરોગે ઈસ્લામ નામની સંસ્થાની એક બ્રાન્ચ રહેલી છે અને તે પણ ગોમતીપુરમાં હોવાની જાણકારી સામે આવી છે. આ પુસ્તકમાં જણાવવામાં આવ્યું છે કે, જો કોઈ પોતાના ધર્મનું અપમાન કરે તો તેનો રસ્તો કાઢવો વગેરે ભડકાવ સુત્રો જણાવવામાં આવ્યા હતા. તેની સાથે એ પણ જાણકારી સામે આવી છે કે, આ પુસ્તક લખવામાં આવ્યું છે કે, ‘ધર્મ વિરુદ્ધ બોલનારાણે સજા ન આપનારને જીવન જીવવાનો કોઈ અધિકારી રહલો નથી. આવ અનેક નિવેદનો તેમાં આપવામાં આવ્યા છે.