ધંધુકા ફાયરિંગની બાબત હાલ ચર્ચામાં રહેલ છે. થોડા દિવસો પહેલા ધંધુકા શહેરમાં માલધારી સમાજના યુવક કિશન બોળીયા હત્યા કરવામાં આવી હતી. એવામાં આ હત્યાને લઈને રોજ અવનવા ખુલાસાઓ થઈ રહ્યા છે. એવામાં આજે મોટો ખુલાસો થયો છે.
આ મર્ડર કેસમાં મોટા માથા હોવાનું સામે આવી રહ્યું છે. એવામાં આજે તેવી જ જાણકારી સામે આવી છે.
આ મર્ડર કેસમાં અમદાવાદ અને મુંબઈના બે મૌલવીની સંડોવણી હોવાની જાણકારી સામે આવી રહી છે. જેમાં જાણવા મળ્યું છે કે, આ મર્ડરમાં હથિયાર અમદાવાદના મૌલવી દ્વારા આપવામાં આવ્યા હતા. જ્યારે ષડયંત્રના આધારે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો.
આ મર્ડરને લઈને મોટી જાણકારી સામે આવી છે. આ યુવક દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી હતી, જેના લીધે એક જૂથના લોકોને ઠેસ પહોંચી હતી જેના લીધે આ યુવકનું આયોજનના આધારે હત્યા કરવામાં આવી છે. જ્યારે આ આ હત્યા કરવા માટે જે હથીયારની જરૂરીયાત હતી તે બે મૌલવી દ્વારા આપવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
તેની સાથે તે પણ જાણવા મળ્યું છે કે, આ હત્યા માટે વપરાયેલી રિવોલ્વરને અમદાવાદના મૌલવી દ્વારા મંગાવવામાં આવી હતી. આ રિવોલ્વર મુંબઇથી આવી હતી. જયારે મુંબઇથી આ રિવોલ્વર મેળવવા માટે પણ ત્યાંના મૌલવીની ભૂમિકા રહેલી છે તે પણ જાણવા મળ્યું છે.