કિશન હત્યા કેસમાં મામલામાં માલધારી સમાજના લોકો અમદાવાદ અને રાજકોટ કલેકટર કચેરી પહોંચી કરી આ માંગ
ધંધુકા ફાયરિંગની ઘટનામાં માલધારી સમાજના યુવક કિશન બોળીયા હત્યાના કેસમાં ગુજરાતમાં દરેક જગ્યાએ વિરોધ કરવામાં આવી રહ્યો છે. રાજ્યમાં અનેક લોકો દ્વારા આ ઘટના સામે આક્રોશ દેખાડવામાં આવી રહ્યો છે. એવામાં છેલ્લા ઘણા દિવસોથી ધંધુકા બંધ હાલતમાં છે. જ્યારે ગુજરાતમાં કિશન બોળીયા હત્યા ના અવસાન બાદ લોકો દ્વારા ન્યાય અપાવવાની માંગણી કરવામાં આવી રહી છે.
આજે કિશન બોળીયા હત્યાના કેસમાં રાજકોટ અને અમદાવાદ કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યામાં માલધારી સમાજના લોકોનું ટોળું એકઠું થયું હતું. તેના દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. તેના દ્વારા આરોપીઓના એન્કાઉન્ટર ની માંગણી કરવામાં આવી હતી.
એવામાં આજે અમદાવાદ કલેકટર કચેરી ખાતે બેનરો દ્વારા મોટી સંખ્યામાં લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. તેમને કિશનને ન્યાય અપાવવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જ્યારે માલધારી સમાજના લોકો કલેકટર કચેરી બહાર કિશન હમ શરમિંદા હૈ, તેરા કાતિલ ઝિંદા હૈના નારા લગાવતા જોવા મળ્યા હત્યા. તેમના દ્વરા કિશન ભરવાડ ના આરોપીઓ ફાંસીની સજા આપવાની પણ રજૂઆત કરવામાં આવેલ છે.
આ સિવાય રાજકોટમાં પણ માલધારી સમાજના લોકો દ્વારા આવેદન પત્ર કલેકટર કચેરીએ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. લોકો દ્વારા કહેવામાં આવ્યું હતું કે, સરકાર હિન્દુઓના નામે મત માંગે છે તો કિશન ભરવાડ ના હત્યારાઓનું એન્કાઉન્ટર કરવામાં આવું જોઈએ. જ્યારે હવે એ જોવાનું રહેશે કે આ મામલામાં શું આગળ કાર્યવાહી કરવામાં આવશે.
નોંધનીય છે કે છોટાઉદેપુર કિશન ભરવાડને શ્રદ્ધાંજલિ આપવા માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જૂથ અથડામણની ઘટના સામે આવી હતી. કિશન ભરવાડને શ્રદ્ધાંજલિ અને રામધૂન કાર્યક્રમના આયોજન દરમિયાન બે જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં આ બંને જૂથ દ્વારા પોલીસ સ્ટેશનમાં એકબીજા સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.ઉલ્લેખનીય છે કે, ફેસબુકમાં વાંધાજનક પોસ્ટ બાબતમાં નારાજ થઈ આરોપી શબ્બીર ચોપડા દ્વારા કિશન ભરવાડની હત્યા કરી નાખવામાં આવી હતી. જેમાં શબ્બીર ચોપડાને આ હત્યા માટે રિવોલ્વરની વ્યવસ્થા અમદાવાદના મૌલવી દ્વારા કરવામાં આવી હતી. આ વાતની જાણકારી શબ્બીર ચોપડા દ્વારા આપવામાં આવી છે.
તેની સાથે એ પણ જાણકારી સામે આવી છે હત્યા દરમિયાન જે યુવક બાઈક ચલાવી રહ્યો હતો તે ઈમ્તિયાઝ પઠાણ નામનો ઈસમ હતો. ઈમ્તિયાઝને રિવોલ્વર જમાલપુરના મૌલાના ઐયુબ જાવરવાલાથી પ્રાપ્ત થઈ હતી. મોલાના ઐયુબ જાવરવાલા આસિફ સમાં નામના ઈસમ પાસેથી હત્યા માટે આ રિવોલ્વર લેવામાં આવી હતી. જ્યારે મૌલાના કમરગની ઉસ્માનીની વાત કરીએ તો શબ્બીર સોશિયલ મીડિયા દ્વારા તેમના સંપર્કમાં રહેલો હતો.
જ્યારે આજે બીજી જાણકારી પણ સામે આવી છે કે, આ અગાઉ પણ સાજન ઓડેદરા નામના યુવક પર હુમલો કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. તેની સાથે એટીએસ ટીમના એસપીએ દ્વારા આ મામલામાં જણાવવામાં આવ્યું છે કે, હજી અનેક મૌલાનાઓની આ કેસમાં નામ સામે આવી શકે છે. હાલ બાબતમાં તપાસ કરવામાં આવી રહી છે. જેમ-જેમ નામ સામે આવશે તેમ સ્થાનિક પોલીસને સાથે રાખી તે લોકોની ધરપકડ કરવામાં આવશે. જ્યારે આ ગુજરાતમાં નહીં પરંતુ આંતરરાજ્ય ષડ્યંત્ર રહેલું હોઈ શકે છે. એવામાં અલગ-અલગ રાજ્યમાંના અનેક યુવાનોના બ્રેઈનવોશ કરીને અનેક યુવાનોની હત્યા કરવાનું ષડ્યંત્ર હોવાનું સામે આવ્યું છે.
જ્યારે આ કેસમાં અત્યાર સુધી શબ્બીર, ઇમ્તિયાઝ તથા બે મૌલવી કમર ગની ઉસ્માની અને ઐયુબ જાવરવાલા તથા અજીમ સમા, વસીમ બચા મળીને કુલ 6 લોકોની ધરપકડ પોલીસ દ્વારા કરવામાં આવી છે. અને સતત આ કેસમાં ગુજરાત પોલીસ દ્વારા સખ્ત કામગીરી કરવામાં આવી રહી છે.