CrimeGujarat

ધંધુકાના ભરવાડ યુવકની હત્યામાં આવ્યો નવો વળાંક, આ કારણોસર યુવકની કરવામાં આવી હત્યા

ધંધુકા ફાયરિંગની ઘટનાને હાલ ગુજરાતમાં તંગદીલી ભર્યું વાતવરણ બનેલું છે. તેમાં પણ ખાસ કરીને ધંધુકામાં તો હાલ સમગ્ર દુકાનો રોડ રસ્તાઓ સુમસામ હાલતમાં રહેલા છે. થોડા દિવસો પહેલા ધંધુકા શહેરમાં માલધારી સમાજના યુવક કિશન બોળીયા હત્યા કરવામાં આવી હતી. એવામાં આ હત્યાને લઈને રોજ અવનવી માહિતીઓ સામે આવી રહી છે.

એવામાં યુવક કિશન બોળીયાની હત્યાને લઈને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. કિશન બોળીયાની હત્યાને લઈને ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જેમાં થોડા સમય પહેલા જ શબ્બીર ચોપડા ઇમ્તિયાઝની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે શબ્બીર ચોપડાએ ફાયરિંગ કર્યાનો સ્વીકાર પણ કરી લીધો હતો.

તેની સાથે તેને મદદ કરનાર વધુ એક વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે. તેની સાથે વધુ એક જાણકારી સામે આવી છે કે પોલીસ દ્વારા જેહાદી ષડયંત્રમાં જમાલપુરના મૌલવી મોહંમદ અયુબ જરવાલાની પણ ધરપકડ કરી સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે.

આ હત્યા કેસમાં ચાર આરોપીઓની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવેલ છે. તેમાં તો બે આરોપી શાર્પશૂટર હતા. જેમાં શબ્બીર ચોપડા નામના આરોપી દ્વારા કિશન ભરવાડ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. ફાયરિંગ દરમિયાન બાઇક પર ઇમ્તિયાઝ નામનો આરોપી પણ રહેલો હતો. તે ધંધુકાનો લોકલ રહેવાસી પણ છે. આ બે લોકોની પહેલાથી જ ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે હવે એક મૌલવીની પણ ધરપકડ કરી લેવામાં આવી છે.

આ હત્યાની વાત કરવામાં આવે તો આ એક જેહાદી ષડયંત્રના ભાગ રૂપે તેની હત્યા કરવામાં આવી હતી. દિલ્હીમાં એક ધર્મગુરૂ છે જે યુવાઓના બ્રેનવોશ કરવામાં નિષ્ણાત છે. એવામાં આ ધર્મગુરુ દ્વારા મુંબઈમાં એક સભા કરવામાં આવી હતી. આ સભામાં શબ્બીર પણ ગયો હતો તે દરમિયાન ધર્મગુરુએ જણાવ્યું હતું કે, પોતાના ધર્મ પર ખતરો આવે તો તે જમાલપુરના એક મૌલવીથી મદદ લઇ શકે છે. તેમાં પણ સોશિયલ મીડિયા જે અવનવી બાબતો વાયરલ થતી હોય તેને ચોક્કસ જવાબ આપવો જરૂરી છે. તેના લીધે કિશન ભરવાડની હત્યા કરવામાં આવી હતી.

જ્યારે તેની સાથે તે પણ જાણવા મળ્યું છે કે, હત્યા માટે જમાલપુરના મૌલવીએ 1 રિવોલ્વર અને 5 કારતૂસ પણ આપવામાં આવી હતી. જેના દ્વારા કિશન ભરવાડની હત્યા કરવામાં આવી હતી. તેની સાથે શાર્પશૂટરને મદદ કરનાર એક વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવેલ છે. આ મામલા ચાર આરોપીઓ ધરપકડ કરાઈ છે.