CrimeIndia
Trending

બળાત્કારની ઘટનાઓ પર આ ડિરેક્ટરે કહ્યું કે, મહિલાઓ પોતાની પાસે કોન્ડોમ રાખે અને….

On rape incidents, the director said that women should have condoms.

હૈદરાબાદમાં મહિલા ડોકટર સાથે ગેંગરેપ અને હત્યા મુદ્દે દેશભરમાં રોષનો માહોલ છે.બળાત્કારની ઘટનાની ગુંજ સંસદમાં પણ ગુંજી હતી. દેશભરમાં લોકો બળાત્કારની ઘટનાઓ સામે કડક કાનૂન ની માંગ કરી રહ્યા છે ત્યારે ફિલ્મ મેકર ડેનિયલ શ્રવણ ની આપત્તીજનક પોસ્ટ પર લોકો રોષે ભરાયા છે.

તેણે પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે સરકારે બળાત્કારને લીગલ સ્વરૂપ આપવું જોઈએ. બળાત્કાર બાદ મહિલાઓની હત્યા કરી નાખવામાં આવે છે એટલે સરકારે એવો કાયદો લાવવો જોઈએ જેમાં બળાત્કારી હિંસા વગર ઘટનાને અંજામ આપે.તેણે લખ્યું મર્ડર એ ગુનો છે અને બળાત્કાર એ સજા છે. દિશા એક્ટ અથવા નિર્ભયા એક્ટ સાથે કોઈ ન્યાય થશે નહીં. બળાત્કારનો એજન્ડા તેમની લૈંગિક જરૂરિયાતોને પૂર્ણ કરવાનો છે જે સમય અને મૂડ અનુસાર છે અને જો સમાજ, અદાલતો અને મહિલા સંગઠનો આ ગુનાની અવગણના કરે છે, તો તે બળાત્કાર તરીકે આગળ વધે છે અને મહિલાઓની હત્યા કરે છે.

તેમણે આ પોસ્ટમાં વધુમાં કહ્યું કે 18 વર્ષથી ઉપરની છોકરીઓને બળાત્કાર અંગે જાગૃત કરવી જોઇએ. મતલબ કે તેઓએ પુરુષોની જાતીય જરૂરિયાતોને અવગણવી ન જોઈએ. તો જ આવી વસ્તુઓ અટકશે.વીરપ્પનને મારવાથી દાણચોરી બંધ થઈ જશે અથવા તમે લાદેનને મારશો તો આતંકવાદનો અંત આવશે એ બેવકૂફી કહેવાય. એ જ રીતે નિર્ભયા એક્ટની મદદથી બળાત્કારને રોકી શકાય નહીં.

દિગ્દર્શકે વધુમાં લખ્યું છે કે, ખાસ કરીને ભારતીય મહિલાઓને જાતીય શિક્ષણ વિશે જાણવું જોઈએ અને તેમની ઉંમર 18 વર્ષથી વધુ ઉંમર પછી તેઓએ તેમની સાથે કોન્ડોમ રાખવું જોઈએ. 100 મહિલાઓને મદદ માટે બોલાવવાને બદલે, મહિલાઓએ કોન્ડોમ નો ઉપયોગ કરવો જોઈએ અને બળાત્કારીઓને સહકાર આપવો જોઈએ જેથી તેઓ તેમની હત્યા ન કરે.

શ્રવણની પોસ્ટ પર ટિપ્પણી કરતાં એક વપરાશકર્તાએ ટિપ્પણી કરી હતી કે તમારી માનસિક સ્થિતિ સારી નથી અને તમારે મનોચિકિત્સકને બતાવવું જોઈએ. શ્રવણે કહ્યું કે જો આ છોકરીઓ બળાત્કારીઓના પ્રસ્તાવને સ્વીકારે નહીં, તો બળાત્કાર કરનારાઓએ રેપ સિવાય બીજું શું કરવું પડશે.

જો કે, બાદમાં આ ડિરેક્ટર શ્રવણે વિવાદ પછી તેમની પોસ્ટ ડીલીટ કરી નાખી અને નવી પોસ્ટ કરી જેમાં તેણે પોતાની ટિપ્પણી બદલ માફી માંગી.આ ડિરેક્ટરની પોસ્ટથી લોકો ખૂબ ગુસ્સે થયા હતા અને સેક્રેડ ગેમ્સના સ્ટાર કુબ્રા સૈતે પણ આ ડિરેક્ટરને જોરદાર જવાબ આપ્યો હતો. તેણે પોતાની ટ્વિટર પોસ્ટમાં લખ્યું છે કે આ ડેનિયલ જે કંઈ પણ છે, તેને તબીબી સહાયની જરૂર છે, કદાચ તેને મારવો જોઈએ જેથી મગજ સરખું કામ કરે.