GujaratSouth GujaratSurat

સુરત: PG-નીટમાં 435 માર્ક મેળવનારા યુવકને મેરીટમાં સ્થાન નહી અને 265 માર્કવાળા ને મળ્યું સ્થાન, તો આપઘાત કર્યો

સુરતમાં આપઘાતનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે.પીજી-નીટમાં 435 માર્ક આવ્યા બાદ પણ મેરિટ લિસ્ટમાં નામ ન આવતા યુવકે આપઘાત કરી લીધો છે. કારણ એવું છે કે તેને ૪૩૫ માર્ક મળવા છતાં મેરીટમાં સ્થાન ન મળ્યું અને તેનાથી ઘણા ઓછા માર્ક એટલે કે 265 માર્કે પણ અમુક લોકોને મેરીટમાં સ્થાન મળી ગયું. આ જોઇને દુખી થયેલા અડાજણના તબીબ યુવકે ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું હતું.

અડાજણમાં રહેતા ડો. શ્રેયસ મોદીના પિતા હીરાના વેપારી છે. ૨૬ વર્ષીય ડો શ્રેયસે સ્મિમેરમાંથી MBBSનો અભ્યાસ પૂરો કર્યો હતો અને MD એનેસ્થેસિયા માટે નીટ ની પરીક્ષા આપી હતી. સોમવારે નીટનું મેરિટ લિસ્ટ જાહેર થયું હતું જેમાં તેનું નામ ન હોવાથી તે દુખી થયો હતો અને આપઘાત કરી લીધો હતો.

તેમની માતા ના કહેવા મુજબ પીજી નીટની પરીક્ષામાં દીકરાને 435 માર્ક મળ્યા છતાં મેરીટ લીસ્ટમાં નામ ન આવ્યું હતું જેથી તે દુખી થયો હતો.તેમના જણાવ્યા મુજબ સાંજે 5:50એ મેરિટ જોયું અને ગણતરી ની મીનીટમાં જ તેણે ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધું હતું.