CrimeIndia

આતંકવાદી સાથે પકડાયેલા DSP ને સસ્પેન્ડ કરાયો, પોતાના ઘરે જ આતંકીને આશરો આપ્યો હતો

હિઝબુલ કમાન્ડર નવીદ બાબુની સાથે ધરપકડ કરાયેલા DSP દેવિંદર સિંહને સોમવારે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પૂછપરછમાં અનેક ચોંકાવનારા ઘટસ્ફોટ થયા બાદ બીજી વાર તેના ઘરની તલાશી લેવામાં આવી હતી. જાણવા મળ્યું કે તેણે તેના ઘરે ત્રણ આતંકીઓને ઠેરવ્યા છે. તેમનું મકાન બદામીબાગ ખાતે આર્મીના 15 મા કોર્પ્સના મુખ્ય મથકની બાજુમાં છે.

આ સાથે શ્રીનગર એરપોર્ટ પરની તેમની ઓફિસને પણ સીલ કરી દેવામાં આવી છે, જ્યાં તેમને એન્ટી હાઈજેકિંગ સ્કવોડમાં પોસ્ટ કરાઈ હતી. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે શુક્રવારે હિઝબુલ મુજાહિદ્દીન કમાન્ડર નવીદ બાબુ અને અલ્તાફ વકીલ ઇરફાન ડીએસપીના ઘરે પહોંચ્યા હતા. ઇરફાન આતંકી સંગઠનો માટે ઓજીડબ્લ્યુ તરીકે કામ કરે છે. જે દિવસે તે વિસ્તારમાં આતંકવાદીઓ સાથે ઝડપાયો હતો તે દિવસે મીરબજાર ડીએસપી ડ્યુટીથી ગેરહાજર હતો.

તેમણે રવિવારથી ગુરુવાર રજા લીધી હતી. પકડાયા બાદ તેના ઘરની તલાશી લેતા એક એકે 47 રાઇફલ, બે પિસ્તોલ અને દારૂગોળો મળી આવ્યો હતો. માનવામાં આવે છે કે તેમને પોલીસ કસ્ટડીમાં 48 કલાકથી વધુ સમય માટે રહેવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.સોમવારે કોંગ્રેસે સંસદ અને પુલવામા હુમલામાં જમ્મુ-કાશ્મીર પોલીસના ડીએસપી દેવીન્દર સિંહની ભૂમિકા અંગે સવાલો ઉઠાવ્યા હતા અને પૂછ્યું હતું કે શું મોટા ષડયંત્રમાં દેવિંદર માત્ર પ્યાદા છે?

પાર્ટીના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ટ્વીટ કર્યું છે કે દવીંદર સિંહ કોણ છે? 2001 ની સંસદના હુમલામાં તેની ભૂમિકા શું હતી? પુલવામા હુમલામાં તેની ભૂમિકા શું હતી, જ્યાં તે ડેપ્યુટી એસપી ડીઆર હતા? શું તે હિઝબુલ આતંકવાદીઓને પોતાની ગાડીમાં લઇ રહ્યો હતો કે પછી તે પ્યાદુ છે, બીજું કોઈ મુખ્ય ષડયંત્રકાર છે? શું આ કોઈ મોટા ષડયંત્રનો ભાગ છે?