18 વર્ષના યુવકે ચૂંટણીકાર્ડ માટે કર્યું એપ્લાય, ચૂંટણીકાર્ડ ઘરે આવતા બન્યો હાસ્યપદ કિસ્સો, જાણો ઘટના વિશે…
રાજ્યમાં હવે ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે હવે ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ થઇ ગઈ છે, ત્યારે આ માટે મતદાનને વધુમાં વધુ તેમના મત આપી શકે તે માટે ચૂંટણીકાર્ડમાં સુધારો કરવો, અને નવા મતદાનને તેમના ચૂંટણીકાર્ડ બનાવવાની પ્રક્રિયા પણ સરકારે તેજ કરી છે. પરંતુ આ વચ્ચે એવી રીતે કાર્ડ બનાવી દેવામાં આવે છે જે એક હાસ્યપદ અને તંત્રની બેદરકારી સ્પષ્ટ જોઈ શકાય છે. ત્યારે આજે પણ એક એવી ભૂલ આવી છે જેને જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો.
જો કે વડોદરાના એક યુવકને 18 વર્ષ પૂરા થતા તેને કલેક્ટર કચેરીની મતદાર જાગૃતિ કાર્યક્રમના ઝુંબેશ હેઠળ ઈલેક્શન કાર્ડ કઢાવવા પુરાવા સાથે એપ્લાઈ કર્યું હતું. આ યુવક વડોદરાના ન્યૂ સમા રોડમાં રહે છે. જો કે આ યુવક કેનેડા જઈ રહ્યો હતો અને તેને આ ચૂંટણીકાર્ડ માટે અપ્લાય કર્યું હતું ત્યારે આ ચૂંટણી કાર્ડમાં ભૂલ આવતા તેને ધક્કા ખાવા પડ્યા છે. આ ચૂંટણીકાર્ડમાં યુવકની જગ્યાએ લાઈટ બિલનો ફોટો છાપી દેવામાં આવ્યો છે. જે ચૂંટણી શાખાના છબરડાથી યુવકને ઈલેક્શન કાર્ડ ફરી કઢાવવા ધક્કા ખાવાનો વારો આવ્યો છે.
આ ઘટના હાલ ચારેબાજુ ચર્ચાનો વિષય બની રહ્યો છે. અને તે સોશ્યિલ મીડિયા પર પણ વાયરલ થવા લાગ્યો છે. આ યુવક ચૂંટણીકાર્ડ માટે અરજી કરીને કેનેડા જતો રહ્યો હતો બાદમાં આ યુવકના ઘરે તેનું ચૂંટણી કાર્ડ આવતાં તેના પરિવારના સભ્યો પણ આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા. જો કે આ બનાવવા માટે ચૂંટણી કાર્ડને લગતા તમામ ડોક્યુમેન્ટ સબમિટ કરવામાં આવ્યા હતા. તેમ છતાં પણ આવી ભૂલ સામે આવી છે. ત્યારે તંત્રની ઘોર બેદરકારી ઘણું બધું કહી જાય છે.
જો કે સામાન્ય જનતા આવા કાર્ડ જેમ કે ચૂંટણી કાર્ડ કાઢવવા માટે આખો દિવસ લાઈનમાં ઉભા રહે છે ત્યારે બાદમાં શાખા દ્વારા કાર્ડમાં નામ, સરનામું અને ફોટામાં ભૂલો કરી દેવામાં આવે છે જેના કારણે આવા લોકોએ ઘણા ધક્કા ખાવાનો વારો આવે છે. આ ઘટના વિશે જ્યારે કર્મચારીને પુછવામાં આવ્યું ત્યારે તેને ગરુડા એપમાં ખામી હોવાને કારણે આવી ભૂલ થઈ હોવાનું કહીને તેને બચવાનો પ્રયાસ કર્યો હતો.આ ચૂંટણી કાર્ડમાં ફોટો સિવાય તેના એડ્રેસમાં છબરડો કરવામાં આવ્યો છે. જેમાં ન્યૂ સમા રોડની જગ્યાએ ફતેગંજ વિસ્તાર લખી દેવામાં આવ્યું છે. જો કે આવી ભૂલનો પહેલા બનાવ નથી આ અગાઉ પણ અનેક બનાવો સામે આવી ચુક્યા છે.