India

લગ્ન બાદ છોકરા પર માવડિયા નું ટેગ લાગી જાય તો બચવા માટે આટલી વસ્તુઓ કરો…

એક પરિણીત યુવકનું માતા સાથેનું મજબૂત બોન્ડિંગ શું તેના લગ્નજીવન પર અસર કરી શકે છે? જેના પર અનેક વાતો થતી રહે છે કારણકે લાડલા દીકરાઓ મમ્મીના હંમેશા વખાણ અને હદથી વધુ ચિંતા કરતાં હોય છે,પોતાના જીવન સાથે જોડાયેલી સમગ્ર વાતો જણાવવામાં પણ ખચકાતા નથી.પરંતુ લગ્ન બાદ તેમાં સુધારો જરૂરી છે.કારણકે પછી આની ખરાબ અસર પણ થઇ શકે છે.

લોકો કહેતા હોય છે કે ‘છોકરો તો માવડિયો છે’. અને આના લીધે પત્ની સાથે ઝઘડાઓ પણ થાય છે. ઘણી વાર આ ઝઘડાઓ માટે વહુ સાસુ ને જ જવાબદાર માનતી હોય છે. જો કે આ બધું પતિ ની ગેરસમજ ના લીધે થાય છે અને અંતે ઝઘડાઓ થવાનો 1વાંક સાસુનો આવતો હોય છે.

આનો મતલબ એવો નથી કે લગ્ન બાળા છોકરાએ પોતાની માતાને કઈ કહેવું ન જોઈએ અથવા સ્વતંત્ર રીતે રહેવું જોઈએ. પણ લગ્ન બાદ થોડો બદલાવ આવવો જરૂરી છે. લગ્નજીવન ની કેટલી વાતો કરવી અને કેટલી ન કરવી એ સમજણ હોવી જરૂરી છે. જો આ બેલેન્સ તમે શીખી જાઓ તો તમે માતા અને પત્ની બંને ને ખુશ રાખી શકો છો.

લગ્ન થયા બાદ જેમ માતા ને તેની દીકરીની ચિંતા હોય છે તેમ દીકરાની માતા ને પણ ચિંતા હોય જ છે કે લગ્નજીવન કેવું ચાલતું હશે. એટલે યોગ્ય વાતો માતા ને કહેવામાં કઈ ખોટું નથી. પરંતુ કેટલી વાતો કહેવી અને કેટલી ન કહેવી એ સમજ હોવી જરૂરી છે. લગ્નજીવન માં કઇક મુશ્કેલી આવે તો માતા ની સલાહ લેવી પણ ખુબ જરૂરી જ છે.